What does Yami Gautam dislike about Bollywood?
(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)
બોલીવૂડની યુવા અભિનેત્રી યામી ગૌતમને હંમેશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. બિઝનેસમેન સાથે લગ્ન કરીને ઠરીઠામ થયેલી અભિનેત્રી પાસે કામની કોઈ કમી નથી અને આ કારણે તે બોલિવૂડ પાર્ટીઝ અને ઈવેન્ટનો હિસ્સો બનવાનું ટાળે છે અને ના છૂટકે જ તે તેમાં સામેલ થાય છે. યામી અગાઉ, કહી ચૂકી છે કે, તેને અનેકવાર એવી સલાહ મળી ચૂકી છે કે, તું ફિલ્મો સિવાય ક્યાંય નજર નથી આવતી અને આમ કરવાથી તેની કારકિર્દી ઝડપથી પૂર્ણ થઈ જશે. પાર્ટીઓનો હિસ્સો બનીને ગ્રુપમાં રહેવું જરૂરી છે પણ યામી તેનાં જીવનમાં મસ્ત છે અને તેને તેની કારકિર્દીની કોઈ ચિંતા નથી.
પીઆરથી દૂર રહેવાના પોતાના વિચાર અંગે યામીએ જણાવ્યું છે કે, મને નથી લાગતું કે મારી ફિલ્મની રિલીઝ પહેલા મારે કોઈને કોઈ કારણસર સમાચારમાં રહેવું જોઈએ કે કોઈ કોન્ટ્રોવર્સી કે સ્ટેટમેન્ટ આપીને છવાઈ જવું જોઈએ. પ્રમોશનલ ઈવેન્ટમાં ભાગ લઈને તેમ જ કોઈને કોઈ જગ્યાએ ઊભા રહીને ફોટોગ્રાફ્સ ખેંચાવવાથી ફિલ્મને ફાયદો મળતો હોય તેવું મને નથી લાગતું. ભીડ ભેગી કરવાથી જ ફિલ્મો સફળ થાય છે તે વાતને હું નથી માનતી. પીઆર એજન્સીની અનેક સ્ટ્રેટેજી પર મને શંકા છે.
આ સાથે જ તેણે કહ્યું હતું કે, અનેક શહેરોમાં ફરવાથી અને લોકો સમક્ષ જવાથી ફિલ્મનો બોક્સ ઓફિસ બિઝનેસ વધતો હોત તો, ભૂતકાળમાં ફ્લોપ નીવડેલી અનેક ફિલ્મોએ કરોડોનો બિઝનેસ કર્યો હોત. મને લાગે છે કે, જો તમારી ફિલ્મ સારી છે અને તેની સ્ટોરી અનોખી છે તો દર્શકો જરૂર ફિલ્મને જોશે અને ઓડિયન્સના પોઝિટિવ રિસ્પોન્સથી જ ફિલ્મને ફાયદો થશે.

LEAVE A REPLY