સિક્કિમના નાથુન લા માઉન્ટેન પાસ નજીક મંગળવાર, 3 એપ્રિલે ભારે હિમસ્ખલથી સાત પ્રવાસીઓના મોત થયા હતા અને અન્ય પ્રવાસીઓ ફસાયેલા હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે. બપોરે ત્રણ વાગ્યા સુધી 14 લોકોને બચાવી લેવાયા હતા અને નજીકની આર્મી મેડિકલ ફેસિલિટીમાં લઈ જવાયા હતા. અન્ય સાત લોકોને પ્રાથમિક સારવાર અપાઇને અપાઈ હતી. તેઓ ગંગટોક પરત ફર્યા હતા, એમ આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આર્મી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ દ્વારા ગુમ થયેલા લોકો માટે શોધ અને બચાવ અભિયાન ચાલુ કરાયું હતું. રસ્તા પરથી બરફ હટાવ્યા બાદ ફસાયેલા લગભગ 350 પ્રવાસીઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા.
આર્મીએ જણાવ્યું હતું કે નાથુ લાના માર્ગે જતા 20-30 પ્રવાસીઓ સાથે અંદાજે 5-6 વાહનો બરફની નીચે ફસાયા હોવાની આશંકા છે. ગંગટોકને નાથુલા સાથે જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર બપોરે 12.15 વાગ્યે હિમપ્રપાત થયો હતો. તે સમયે ઓછામાં ઓછા 150 પ્રવાસીઓ આ વિસ્તારમાં હતા. ચીનની સરહદ નજીક આવેલો નાથુ લા પાસ સમુદ્ર સપાટીથી 4,310 મીટર (14,140 ફીટ)ની ઊંચાઈ છે. તે પ્રવાસનનું મુખ્ય સ્થળ છે.