Montana bans Tiktok completely
(ફાઇલ ફોટો REUTERS)

ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકનારા દેશોની યાદીમાં વધારો થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારી ડિવાઇસિસમાં ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો. એટર્ની-જનરલ માર્ક ડ્રેફસે જણાવ્યું હતું કે આ નિર્ણય દેશની ગુપ્તચર એજન્સીઓની સલાહને આધારે લેવાયો છે અને અને વહેલામાં વહેલી તકે તેનો અમલ થશે.

અગાઉ અમેરિકા, બ્રિટન, કેનેડા અને ન્યુઝીલેન્ડ પર ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકી ચુક્યું છે. ફ્રાન્સ, નેધરલેન્ડ અને યુરોપિયન કમિશન પણ આવી હિલચાલ કરી છે.

સાઇબર સિક્યોરિટી નિષ્ણાતો જણાવે છે કે આશરે એક બિલિયન યુઝર ધરાવતું આ ચાઇનીઝ એપ મારફત ડેટાની ચોરી થઈ શકે છે. આ ડેટા ચીનની સરકાર પાસે પહોંચે છે. TikTokએ કહ્યું છે કે આવા પ્રતિબંધોના મૂળ ઝેનોફોબિયામાં છે. તે ચીની સરકારની માલિકી અથવા સંચાલિત નથી. કંપનીના ઓસ્ટ્રેલિયન પ્રવક્તા લી હન્ટરએ કહ્યું કે તે ચીન સરકારને ડેટા “ક્યારેય” આપશે નહીં.

એપ્લિકેશનનો ઉપયોગ ટૂંકા, હળવા વીડિયો શેર કરવા માટે થાય છે અને તાજેતરના વર્ષોમાં તેની લોકપ્રિયતામાં વધારો થયો છે .આ વર્ષની શરૂઆતમાં, ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી હતી કે તે સુરક્ષાની ચિંતાઓને કારણે રાજકારણીઓના કાર્યાલયોમાં ચાઇનીઝ બનાવટના સીસીટીવી કેમેરા પર પ્રતિબંધ મૂકશે.

LEAVE A REPLY