Silicon Valley MPs plead for more time for layoff victims
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં  માર્ચમાં બેરોજદારીનો દર વધીને 7.8 ટકાના ત્રણ મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. માર્ચમાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર 8.4 ટકા રહ્યો હતો, ગ્રામીણ વિસ્તારમાં 7.5 ટકા રહ્યો હતો. રાજ્યોના સંદર્ભમાં જોવામાં આવે તો બેરોજગારીનો દર હરિયાણામાં સૌથી ઊંચો 26.8 ટકા રહ્યો હતો. આ પ્રમાણ રાજસ્થાનમાં 26.4 ટકા, જમ્મુ કાશ્મીરમાં 23.1 ટકા, સિક્કિમમાં 20.7 ટકા, બિહારમાં 17.6 ટકા અને ઝારખંડમાં 17.5 ટકા રહ્યું હતું. બેરોજગારીનું પ્રમાણ છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં સૌથી નીચું 0.8 ટકા રહ્યું હતું. પુડુચેરીમાં 1.5 ટકા, ગુજરાતમાં 1.8 ટકા, કર્ણાટકમાં 2.3 ટકા તથા મેઘાલય અને ઓડિશા પ્રત્યેકમાં 2.6 ટકા રહ્યું હતું.

શનિવારે જાહેર કરાયેલા CMIE ડેટા દર્શાવે છે કે દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બર 2022માં વધીને 8.30 ટકા થયો હતો, પરંતુ જાન્યુઆરીમાં ઘટીને 7.14 ટકા થયો હતો.

CMIE મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ભારતનું શ્રમ બજાર માર્ચ 2023માં કથળ્યું હતું. બેરોજગારીનો દર ફેબ્રુઆરીના 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થયો હતો. શ્રમિક સહભાગીતા દર (લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ)માં પણ ઘટાડાની કારણે આની અસર વધુ તીવ્ર બને છે. શ્રમિક સહભાગીતા દર આ સમયગાળામાં 39.9 ટકાથી ઘટીને 39.9 ટકા થયો હતો.

આનાથી રોજગારીનો દર માર્ચમાં ઘટીને 36.7 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 36.9 ટકા હતો. આ સમયગાળામાં રોજગારીનું પ્રમાણ 40.99 કરોડથી ઘટીને 40.77 કરોડ થયું હતું.

CMIEના HR સર્વિસિસના ડિરેક્ટર અને CEO આદિત્ય મિશ્રાએ જણાવ્યું હતું કે ઓક્ટોબર-જાન્યુઆરીની તહેવારોની સિઝન પછી રિટેલ, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ, નાણાકીય સેવાઓ અને ઈ-કોમર્સમાં રોજગારમાં ઘટાડો થયો છે. આઇટી, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રો ખર્ચમાં કપાત કરી રહ્યાં છે અને તેનાથી ભરતીમાં ઘટાડો થયો છે. ત્રીજી પરિબળ એ છે કે માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ સમાપ્ત થાય છે અને પરીક્ષાઓ આવે છે. તેથી ટ્રાવેલ, ટુરિઝમ, મનોરંજન અને હોટેલ ક્ષેત્રની માગ ઊંચી રહેતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પરિબળોથી રોજગારીમાં ઘટાડો થયો છે. મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોબ માર્કેટ હળવું રાખે છે. આ તમામ પરિબળોથી માર્ચમાં રોજગારી ઘટી છે. એપ્રિલમાં તેમાં ફરી વધારો જોવા મળશે.

ટીમલીઝ સર્વિસિસના સહ-સ્થાપક રિતુપર્ણા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે બેરોજગારીનો ડેટા વર્તમાન આર્થિક વાતાવરણમાં જોવા મળેલા નબળા મૂડને પ્રતિબિંબિત કરે છે. કોર્પોરેટ જગત દરેક નવું પગલું ભરતા પહેલા કાળજીપૂર્વક વિચારણા કરે છે અને સાવધ અભિગમ ધરાવે છે. તેથી કંપનીઓની ભરતીમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે પ્રવર્તતા આવા ટ્રેન્ડની ભારતને પણ અસર થાય છે. જોકે ભારત માટે આ અસર થોડા સમયની હશે, કારણ કે ભારતનું અર્થતંત્ર બાહ્ય પરિબળો સામે પ્રતિકારક્ષમતા ધરાવે છે.

LEAVE A REPLY