If India occupies PoK, Pakistan will use nuclear bombs

પાકિસ્તાનના ભારત ખાતેના ભૂતપૂર્વ એમ્બેસેડર અબ્દુલ બાસિતે ભારત પર પરમાણુ બોંબ ફેંકવાની ધમકી આપી છે. અબ્દુલ બાસિતે યૂ-ટ્યૂબ ચેનલ પર પાકિસ્તાન પણ રશિયાની જેમ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે કે કેમ તે અંગે જણાવ્યું હતું. બાસિતે યૂ-ટ્યૂબના વીડિયોમાં જણાવ્યું હતું કે, ભારત અત્યારે ખૂબ જ સાહસિક નિવેદન આપી રહ્યું છે, અને તેના દ્વારા તેઓ પોતાની હિંમત દર્શાવવાનો પ્રયાસ કરે છે. આ નિવેદનમાં ભારત વારંવાર કહે છે કે એ ગિલગિટ-બાલ્ટીસ્તાન પર કબજો કરી લેશે, પીઓકેને પોતાની સરહદમાં ભેળવી દેશે. સાથે જ પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી રોકવાની ધમકી આપે છે.

બાસિતે એમ પણ કહ્યું હતું કે, ભારત એ જાણી લે કે પાકિસ્તાન પણ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન નથી ઈચ્છતું કે બંને દેશો વચ્ચે મામલો ત્યાં સુધી પહોંચે જ્યાં તેમની પાસે કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હોય. અમે જરા પણ નથી ઈચ્છતા કે પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા માટે આ હથિયારો(પરમાણુ બોંબ)નો પ્રયોગ કરવો પડે.

આ હથિયાર તો ફક્ત પોતાની સુરક્ષા માટે છે. જો કોઈ પ્રયોગ થઈ જાય છે તો પછી બધું બદલાઈ જશે. બાસિતનું માનીએ તો ભારત અને પાકિસ્તાનની સ્થિતિ સોવિયત સંઘ અને અમેરિકાથી ખૂબ અલગ છે. બંને દેશોની બોર્ડર એક છે. જો પરમાણુ હથિયાર કે પછી પરમાણુ હથિયારોનો પ્રયોગ થશે તો પછી બંને દેશો પર અસર પડશે. તેના પરિણામ ખૂબ વિનાશકારી હશે. બાસિતનું માનીએ તો પાકિસ્તાને હથિયારોમાં નિપૂણતા મેળવી લીધી છે.

તેમના જણાવ્યા મુજબ ભારત પણ એ હકીકત જાણે છે કે દેશના પરમાણુ હથિયાર કેટલાક ખતરનાક સાબિત થશે. જો એ દિવસ આવશે તો પાકિસ્તાનને પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો પડશે તો એ યોગ્ય રહેશે નહીં.

LEAVE A REPLY