મેનહટનની ગ્રાન્ડ જ્યુરીએ પોર્નસ્ટારને અફેર્સ અંગે ચુપ રહેવા માટે કરવામાં આવેલા પેમેન્ટના ફોજદારી કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આરોપી બનાવ્યા છે. આમ ટ્રમ્પ ફોજદારી આરોપનો સામનો કરનાર પ્રથમ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બન્યા છે. કોર્ટના આ નિર્ણયથી 2024માં ફરી વખત પ્રેસિડન્ટની ચૂંટણી લડવાનું ટ્રમ્પનું ભાવિ પણ અધ્ધરતાલ બન્યું છે. 2016ની પ્રેસિડન્ટની ચૂંટણી પહેલાં પોર્નસ્ટાર સાથે અફેર અને તેને મોઢું બંધ રાખવા માટે રૂપિયા ચૂકવવા બદલ ટ્રમ્પ પર આ કેસ ચાલશે.
આ કેસની તપાસ કરી રહેલા મેનહન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગની ઓફિસે પુષ્ટી આપી હતી કે તેને ગુરુવારે સાંજે ટ્રમ્પના વકીલોનો સંપર્ક કર્યો હતો જેથી તેઓ આરોપો પર તેમની શરણાગતિનું સંકલન કરે. આરોપો સીલબંધ કવરમાં છે.ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારે આ બાબતની જાણકારી ધરાવતા પાંચ લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગુરુવારે ગ્રાન્ડ જ્યુરીએ 76 વર્ષીય રિપબ્લિકન ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાના પ્રયાસમાં તેમની ભૂમિકા માટે આરોપી બનાવવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ ચુકાદા સાથે ગુનાહિત આરોપોનો સામનો કરનારા ટ્રમ્પ દેશના પ્રથમ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બન્યા છે.
રીપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે 2017થી 2021 સુધીના 45મા યુએસ પ્રમુખ રહેલા ટ્રમ્પ સોમવારે ફ્લોરિડામાં તેમના ઘરથી ન્યુ યોર્ક સુધી ઉડાન ભરશે અને મંગળવારે કોર્ટમાં હાજર થશે. કાર્યવાહી ટૂંકી રહેવાની ધારણા છે. 10-15 મિનિટ સુધી ચાલનારી સુનવણી વખતે તેમની સમક્ષ આરોપ વાંચવામાં આવશે.
કોર્ટના ચુકાદા પછી ભૂતપૂર્વ પ્રેસિડન્ટે તેને રાજકીય દમન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ડેમોક્રેટ્સ રાજકીય વિરોધીને સજા કરવા માટે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જો બાઇડનના ડર્ટી વર્કને આગળ ધપાવી રહ્યાં છે.
આ મામલો 2016માં ટ્રમ્પના પ્રમુખ તરીકે ચૂંટાયા તેના થોડા દિવસો પહેલા કરવામાં આવેલી ચૂકવણીમાંથી ઉદ્ભવ્યો હતો. તેમના ભૂતપૂર્વ એટર્ની માઈકલ કોહેને એક કથિત અફેર અંગે ચુપ રહેવા માટે ડેનિયલ્સને USD 130,000 ડોલર ચુકવ્યા હતા. અગાઉ કોહેને કોર્ટમાં કહ્યું હતું કે તેમણે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સાથે “સંકલન અને નિર્દેશન”માં USD 130,000 પતાવટ કરી હતી. કોહેનને 2018-20થી બહુવિધ આરોપોમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ડેનિયને જણાવ્યું હતું કે 2006માં ટ્રમ્પે તેની સાથે સેક્સ માણ્યું હતું. ટ્રમ્પ આના એક વર્ષ પહેલા તેમની ત્રીજી પત્ની મિલાનિયા સાથે લગ્ન કર્યા હતા. ટ્રમ્પે સંબંધનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેના ખોટા અને ખંડણીના આક્ષેપો રોકવા માટે ચૂકવણી કરવામાં આવી હતી. ડેનિયલ્સનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. તે 44 વર્ષની છે અને લ્યુઇસિયાનાની છે. તે એડલ્ટ ફિલ્મ બિઝનેસમાં બે દાયકા કરતાં વધુ સમયથી જાણીતી વ્યક્તિત્વ છે,