હેડલી ફ્રેઝર, નાઇજેલ લિન્ડસે અને માઈકલ બાલોગન 18મી સદીના જ્યુઇશ બેન્કરો છે જેમણે અમેરિકન સ્વપ્નને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી હતી. આ એક એવા પરિવાર અને એક કંપનીની વાર્તા છે જેણે વિશ્વને બદલી નાખ્યું હતું. લેહમેન ટ્રાયોલોજીનું પ્રીમિયર યુરોપમાં બેંકના પતન પછી માત્ર પાંચ વર્ષ બાદ થયું હતું અને ત્યારબાદ 2008ના નાણાકીય ભૂકંપના એક દાયકા પછી લંડનના નેશનલ થિયેટરમાં તે પહોંચ્યું હતું.
અવિચારી તકવાદ અને લાલસા જે તે ક્ષણ સુધી દોરી જાય છે તેની યાદ આ નાટક અપાવે છે. સ્ટેફાનો મસિનીનું નાટક, બેન પાવર દ્વારા રૂપાંતરિત કરાયું છે અને લેહમેન ભાઈઓ, હેનરી, ઈમેન્યુઅલ અને મેયર પર ભજવાયું છે. 19મી સદીના બાવેરિયન યહૂદી વસાહતીઓ અલાબામાના દુકાનદાર, કપાસના દલાલો તરીકે કામ કરી છેવટે યુ.એસ.ની સૌથી મોટી બેંકોમાંની એકનું સુકાન સંભાળે છે.
એકેડેમી એવોર્ડ, ટોની એવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ વિજેતા સેમ મેન્ડિસ દ્વારા દિગ્દર્શિત, આ એક સુંદર, રમતિયાળ અને ક્યારેક ઉત્કૃષ્ટ નિર્માણ સાબિત થયેલું નાટક છે. જેમાં અમેરિકાના કઠોર વ્યક્તિવાદના અંતિમ બિંદુને બતાવવા માટે રાજવંશ ઇતિહાસ વિશ્વની ઘટનાઓ સાથે અથડાય છે. તે બતાવે છે કે કેવી રીતે ભાઈઓની મૂડીવાદી સાહસિકતા માનવ શોષણ પર બાંધવામાં આવી છે. તેઓ તેમના કપાસ માટે સાઉથના સ્લેવ પ્લાન્ટેશન સાથે વેપાર કરે છે, પછી યુદ્ધ દારૂગોળો અને તમાકુના વેપારમાં જોડાય છે. તેમના મૂડીવાદી સ્વપ્ન દેખીતી રીતે કોઇના દુઃખના રિપેકેજિંગ પર બનાવવામાં આવ્યા હતા.
આ ડ્રામાની નાટકીયતા એકદમ આશ્ચર્યજનક છે. માઈકલ બાલોગન, હેડલી ફ્રેઝર અને નાઇજેલ લિન્ડસે માત્ર દરેક ભાઈ તરીકે જ નહીં પરંતુ તેમના પુત્રો અને પૌત્રોની ભૂમિકા ભજવે છે. એક જ સાંજે ત્રણ ભાગમાં વાર્તા કહેવાની આ તેમની અસાધારણ સિદ્ધિ છે. દરેક અભિનેતા તેના કામમાં ઉત્તમ રહ્યા છે. એસ ડેવલિનના ભવ્ય કાચ અને ક્રોમ બોર્ડરૂમ સેટની ડિઝાઇન સિનેમેટિક સ્ક્રીન ચાર્ટિંગ સમય અને સ્થળની સામે ફરે છે. યશાની પેરીનપાનયાગમના પિયાનો સંગીત અને ફિલિપના ગ્લાસ જેવા અવાજો આનંદી અનુભવ આપે છે. રમૂજ કેટલાક મનોહર દ્રશ્યો થોડા વધુ ક્યૂટસી, તીક્ષ્ણ અને આહલાદક બની જાય છે.
છેલ્લા ભાઈના મૃત્યુ પછી નાટકની ગતિ ઝડપી બને છે અને બેંકના પતન તરફ દોરી જતી મૂળભૂત વિગતો પર એક રહસ્યમય ચમક આવે છે. નાટકની લંબાઈને જોતાં અને મહામંદીના પરિણામ પર કેટલો સમય વિતાવ્યો છે તે જોતાં આ વિચિત્ર લાગે છે.
જુલાઈ 2018માં લંડનના નેશનલ થિયેટર ખાતે યુકેના સફળ પ્રીમિયરનો આનંદ માણ્યા પછી નેશનલ થિયેટર પ્રોડક્શન્સનું નાટક ધ લેહમેન ટ્રાયોલોજી 2 ઇન્ટરવલ સાથે 3 કલાક 20 મિનિટ લાંબુ છે અને તેને લંડનમાં વેસ્ટ એન્ડમાં ગિલિયન લીન થિયેટરમાં 17 અઠવાડિયાના માટે ભજવવામાં આવ્યું હતું. તે પૂર્વે ધ નેશનલ થિયેટર અને નીલ સ્ટ્રીટ પ્રોડક્શન્સ દ્વારા લોસ એન્જલસમાં પણ તેને ભજવવામાં આવ્યું હતુ અને તેણે બેસ્ટ પ્લે સહિત 5 ટોની એવોર્ડ જીત્યા છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ દ્વારા ‘એક જેન્યુઈનલી એપિક પ્રોડક્શન’ તરીકે બિરદાવાયું છે.
ઇમેન્યુઅલ લેહમેનની ભૂમિકા માઇકલ બાલોગુન, મેયર લેહમેનની ભૂમિકા હેડલી ફ્રેઝર અને હેનરી લેહમેનની ભૂમિકા નાઇજેલ લિન્ડસેએ કરી છે.