'Bharat Ekta Kooch' will be held to welcome Modi in America
(ANI Photo/Sansad TV)

છેલ્લા બે અઠવાડિયામાં ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં થયેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 22 માર્ચે એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મોદીએ કોરોના નિયમોના પાલન પર ભાર મૂકીને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો આદેશ આપ્યો હતો.

બુધવારે આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા ડેટા મુજબ દેશમાં કોરોનાના નવા 1,134 કેસો નોંધાયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ વધી 7,026 થઈ હતી. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એકના મોત થયા હતા.

વડાપ્રધાન કાર્યાલય (PMO)ના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ ઝુંબેશની સ્થિતિ, કોવિડ-19ના વેરિયન્ટ, ઈન્ફલ્યુએન્ઝાના વેરિયન્ટ્સ અને તેની દેશની જાહેર આરોગ્ય પરની અસરોના સંદર્ભમાં આ બેઠક યોજી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આરોગ્ય સચિવ રાજેશ ભુષણે ભારતમાં કોરોનાના વધતા જતા કેસો સહિત વૈશ્વિક કોરોના ટ્રેન્ડને આવરી લઇને એક સર્વગ્રાહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીને દેશમાં કોરોનાના વધતા જતાં કેસોની માહિતી આપવામાં આપી હતી. 22 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતમાં દરરોજ સરેરાશ 888 નવા કેસો નોંધાયા હતા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.98 ટકા રહ્યો હતો. જોકે આ સપ્તાહ દરમિયાન વિશ્વમાં દૈનિક સરેરાશ 1.08 લાખ કેસો નોંધાયા હતા.વડાપ્રધાનને માહિતી અપાઈ હતી કે કોરોનાની મુખ્ય 20 દવાઓ, અન્ય 12 દવાઓ, બફર સ્ટોકની આઠ દવાઓ અને ઇન્ફ્લુએન્ઝાની એક દવાની ઉપલબ્ધતા અને તેના ભાવ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાનને દેશમાં ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોના સંદર્ભમાં વાકેફ કરાયા હતા.

LEAVE A REPLY