Film Review: Mrs. Chatterjee Versus Norway
(ANI Photo)
મિસિસ ચેટર્જી એટલે કે રાની મુખર્જી તેના બે બાળકો સાથે નોર્વેમાં રહે છે. તે નોર્વેમાં પરિવાર સાથે નવી શરૂઆત કરવા માટે પોતાનો દેશ છોડીને જાય છે. અચાનક એક દિવસ તેને જાણ થાય છે કે નોર્વેની સરકારે તેમના બંને બાળકોને તેમની પાસેથી છીનવી લીધા છે. સરકાર માને છે કે મિસિસ ચેટર્જી તેમના બાળકોની યોગ્ય કાળજી રાખતા નથી. તેઓ તેમના બાળકોને પોતાના હાથે જમાડે છે. પરંતુ નોર્વેની સરકાર આ બધું તેના નિયમો વિરુદ્ધ માને છે. હવે અહીંથી જ માતાની સાચી લડાઈ શરૂ થાય છે. તે પોતાના બાળકોને પરત મેળવવા માટે નોર્વેની સરકાર સામે લડે છે અને કોર્ટમાં પહોંચે છે.
આ ફિલ્મ સાગરિકા ચક્રવર્તીનાં જીવન પર આધારિત છે, જે 2011માં તેના પતિ અને બાળકો સાથે નોર્વે ખાતે સ્થાયી થયા હતા. નોર્વેની ચાઇલ્ડ વેલ્ફેર સોસાયટી આ ભારતીય દંપતીના બે બાળકો અભિજ્ઞાન અને ઐશ્વર્યાને તેમની કસ્ટડીમાં લીધા હતા. તેમણે ચુકાદો આપ્યો હતો કે બંને બાળકો 18 વર્ષની ઉંમર સુધી સરકારની દેખરેખ હેઠળ રહેશે, કારણ કે તેમની માતા નોર્વેના કાયદા મુજબ બાળકોને ઉછેરવામાં સક્ષમ નથી. આ પછી સાગરિકાને બાળકોની કસ્ટડી લેવા માટે ત્રણ વર્ષ સુધી નોર્વે અને ભારતની કોર્ટોમાં ફરવું પડ્યું હતું, પછી તેને તેના બાળકો પરત મળ્યા હતા. રાની મુખર્જીએ આ ફિલ્મમાં પડકારજનક ભૂમિકા ભજવી છે. પ્રીમિયર શો દરમિયાન વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી
રેખાએ પણ ફિલ્મને નિહાળી હતી અને રાની મુખર્જીનાં અભિનયને ખૂબ જ વખાણ્યો છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન રેખાએ જણાવ્યું હતું કે, રાનીએ શાનદાર પરફોર્મ કર્યું છે. દરેક સીનમાં રાની પરફેક્ટ જોવા મળે છે. તે કેટલી ઈન્ટેન્સ લાગી રહી છે તે તો ફિલ્મ જોઈને જ  ખબર પડશે. આ ફિલ્મ અનેકવાર જોઈએ તો પણ ઓછી છે.

LEAVE A REPLY