BJP will get majority and Modi will become PM for the third time: Amit Shah
. (ANI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ 2024ની લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે અને મોદીજી સતત ત્રીજી મુદત માટે વડાપ્રધાન બનશે. ગૃહપ્રધાને 2024ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી અને ગુજરાતના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી અંગે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટરી રીલિઝ કરવાનો સમય શંકાસ્પદ છે.    

એક ટીવી ચેનલની ઇવેન્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે “ફક્ત દેશની જનતા જ નક્કી કરી શકે છે કે આગામી વડાપ્રધાન કોણ હશે અને કયો પક્ષ સત્તા પર આવશે. હું દેશના દરેક વિસ્તારોમાં જાઉં છું અને લોકો સાથે જોડાણ માટે હું મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરું છું .મેં દેશની જનતાની નાડ પારખી છે અને હું દરેકને કહેવા માંગુ છું કે 2024માં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત પરત ફરશે અને મોદીજી સતત ત્રીજી મુદત માટે વડાપ્રધાન બનશે. આવું દેશમાં 1970 પછી પ્રથમ વખત બનશે.   

જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીથી નરેન્દ્ર મોદીને કેવી રીતે અલગ પડે છે તે અંગે તેમણે જણાવ્યું હતું કે મોદીજીનો સવાલ છેત્યાં સુધી તેમણે લોકોમાં મહત્વાકાંક્ષા જગાવવાનું કામ કર્યું છે. 60 કરોડ ગરીબ ભારતીયો સપના જોવાની હિંમત નહોતા કરી શકતાપરંતુ મોદીજીએ તેમને સપના દેખાડ્યા છે. મોદીજીએ ભારતીયોમાં આ આશા જગાવી છે કે દેશ તેની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશેત્યારે ભારત વૈશ્વિક સ્તરે ટોચના સ્થાને હશે અને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરશે.  

LEAVE A REPLY