અમેરિકાના એક અખબારે દાવો કર્યો છે કે, ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. આ અખબારી લેખમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની ભારતીય જનતા પાર્ટી અમેરિકાના હિતોની દૃષ્ટિએ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ વિદેશી રાજકીય પાર્ટી છે. 2014 અને 2019માં સતત વિજય પછી ભાજપ 2024માં પણ જીતનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહી છે. આ સાથે ભારત પણ એક મોટી આર્થિક શક્તિ બની રહ્યું છે, જેના કારણે જાપાનની સાથે આ દેશ ઈન્ડો-પેસિફિકમાં અમેરિકાની નીતિનો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. નજીકના ભવિષ્યમાં ભાજપ ભારતમાં મહત્ત્વના નિર્ણયો લેશે.
ભારતની મદદ વગર ચીનની વધતી શક્તિને સંતુલિત કરવા માટે અમેરિકાએ લીધેલા તમામ પગલાં નબળા સાબિત થશે. ભાજપ વિશ્વમાં જાણીતી છે કારણ કે મોટાભાગના બિન-ભારતીયો તેના ઉદય સાથે સંકળાયેલા રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસથી અજાણ છે. ભાજપ, મુસ્લિમ બ્રધરહુડની જેમ પશ્ચિમી ઉદારવાદના ઘણા વિચારોને નકારે છે, જ્યારે આધુનિકતાના અન્ય મહત્ત્વપૂર્ણ પરિમાણોને સ્વીકારે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની જેમ ભાજપ પણ એક બિલિયનથી વધુ વસ્તી ધરાવતા દેશને વૈશ્વિક મહાસત્તા બનાવવા ઇચ્છે છે. ભાજપ, ઇઝરાયેલની લિકુડ પાર્ટીની જેમ બજાર તરફી આર્થિક દૃષ્ટિકોણ ધરાવે છે, પરંતુ લોકશાહી અને પરંપરાગત મૂલ્યો સાથે ભલે તેની કિંમત ભાજપને એવા લોકોની નારાજગી ભોગ બનવું પડે કે જેઓ તેની નીતિઓને ટેકો આપતા નથી અથવા જેઓ પશ્ચિમ-કેન્દ્રિત સંસ્કૃતિને ટેકો આપે.
આ લેખમાં વધુમાં જણાવ્યું છે કે, ઉત્તરપૂર્વ ભારતમાં ખ્રિસ્તી બહુમતીવાળા રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય ખૂબ જ મહત્ત્વનો છે. 20 કરોડથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારને શિયા મુસ્લિમોનું સમર્થન મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યકર્તાઓ ત્યાં જાતિ ભેદભાવ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.