કથિત રીતે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા અને ફેડરલ જ્યુડિશિયલ કોમ્પ્લેક્સ (FJC)ની બહાર તોડફોડ કરવા બદલ ઇસ્લામાબાદ પોલીસે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન-તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) ના એક ડઝનથી વધુ નેતાઓ પર આતંકવાદનો કેસ દાખલ કર્યો હતો.

પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક દિવસથી પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવાના પોલીસના પ્રયાસો નિષ્ફળ રહ્યાં બાદ હાઇડ્રામા વોલ્ટેડ ડ્રામ સાથે ઇમરાન ખાન તોશાખાના કેસમાં ઇસ્લામબાદની કોર્ટમાં હાજર થયા નીકળ્યા હતા. જોકે કોર્ટ સંકુલમાં ઇમરાનના સમર્થકો અને સુરક્ષા જવાનો વચ્ચે સંઘર્ષને કારણે કોર્ટે આરોપ ઘડ્યા વગર જ ઇમરાનને જવા દીધા હતા. ઇમરાનથી કોર્ટ સંકુલ બહારથી કોર્ટમાં પોતાની હાજરી પુરાવી દીધી હતી.

જજે જણાવ્યું હતું કે પરિસ્થિતિ એવી છે કે સુનાવણી થઈ શકે તેમ નથી. તેથી જ જે લોકો અહીં એકઠા થયા છે તેઓએ વિખેરાઈ જવું જોઈએ.ગોળીબાર કે પથ્થરમારો કરવાની કોઈ જરૂર નથી, આજે સુનાવણી થઈ શકે નહીં. ઇમરાનને ક્યારે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવો તેનો પછીથી નિર્ણય કરીશું. પાકિસ્તાનના વર્તમાનપત્રના જણાવ્યું હતું કે કોર્ટરૂમની સ્થિતિ મુશ્કેલ હતી, કારણ કે ઇમરાનના સમર્થકો કોર્ટ સંકુલ પર પથ્થરમારો કરતાં હતા, જ્યારે સુરક્ષા દળો ટીયર ગેસ છોડતા હતા.

તોશાખાના કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ 18 માર્ચ સુધી સસ્પેન્ડ કર્યા પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન શુક્રવારે નવ કેસમાં પ્રોટેક્ટિવ જામીન માગવા માટે લાહોર હાઇકોર્ટમાં હાજર થયા હતા.

બુલડોઝર સાથે પોલીસ ઇમરાનના ઘર પર ત્રાટકી

ઇમરાન ખાન કોર્ટમાં હાજર થવા ઇસ્લાબાદ જવા નીકળ્યા પછી લાહોરમાં તેમના નિવાસસ્થાને આશરે 10,000 પોલીસ જવાનો ત્રાટક્યા હતા. પોલીસે બુલડોઝરનો ઉપયોગ કરીને ઇમરાનના નિવાસસ્થાનના પ્રવેશદ્વાર પરના બેરિકેડ્સ અને તંબુઓ તોડી નાંખ્યા હતા. પોલીસે ડઝનબંધ ઇમરાન સમર્થકોની ધરપકડ કરી હતી. પોલીસે બુલડોઝરથી મુખ્ય પ્રવેશદ્વાર અને દિવાલો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં સર્ચ કાર્યવાહી કરી હતી. ઇમરાનના સમર્થકોએ ફાયરિંગ કર્યું હોવાના પણ અહેવાલ મળ્યા હતા. આશરે 10 સમર્થકો પણ ઘાયલ થયા હતા.

LEAVE A REPLY