New case against AAP leader Manish Sisodia in spying scandal
(ANI Photo)

દિલ્હીની કેજરીવાલ સરકારના પૂર્વભૂત નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સામે તપાસ એજન્સી સીબીઆઇએ ગુરુવારે વધુ એક કેસ દાખલ કર્યો હતો. કેજરીવાલ સરકારના ફીડબેક યુનિટ (એફબીયુ)માં સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિના આરોપ હેઠળ આ કેસ કરાયો છે. આ યુનિટનો ઉપયોગ રાજકીય જાસૂસી તરીકે થતો હતો.

સીબીઆઇએ અગાઉ શરાબ કૌભાંડમાં સિસોદિયાની ધરપકડ કરી હતી અને હાલમાં તેઓ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ઇડીની કસ્ટડીમાં છે. સીબીઆઇએ જણાવ્યું હતું કે આ યુનિટ કેટલાંક છૂપા ઇરાદા પર કામ કરતું નથી તથા આમ આદમી પાર્ટી અને સિસોદિયાના ખાનગી હિતોને સંભાળ રાખતું હતું. આ યુનિટ આમ આદમી પાર્ટી અથવા તેના કન્વીનર અરવિંદ કેજરીવાલ માટે રાજકીય ગુપ્ત માહિતી એકઠ કરતું હતું.

દિલ્હી સરકારના ફીડબેક યુનિટ સંબંધિત કથિત જાસૂસી સ્કેન્ડલના સંદર્ભમાં સિસોદિયા સામેની સીબીઆઇની કાર્યવાહીને આવકારતા ભાજપે માગણી કરી હતી કે તપાસ એજન્સીએ કેજરીવાલ સામે પણ કેસ દાખલ કરવો જોઇએ. કોંગ્રેસે આ જાસૂસીને આંતરિક સુરક્ષાનો મુદ્દો ગણાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) ધારા હેઠળ કેસ દાખલ કરવાની માગણી કરી હતી. દિલ્હી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને એજન્સીએ રાજદ્રોહના એન્ગલથી તેની તપાસ કરવી જોઈએ. આ યુનિટની માહિતી વિદેશી સત્તાને આપવામાં આવી હોવાની શક્યતા છે. આ યુનિટને વિદેશથી ફંડ મળતું હતું કે નહીં તેની પણ તપાસ કરવી જોઇએ.

LEAVE A REPLY