shooting at German church
Police work at the scene following a deadly shooting, in Hamburg, Germany, March 10, 2023. REUTERS/Fabrizio Bensch

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં જેહોવન વિટનેસ ચર્ચમાં થયેલા ફાયરિંગમાં આઠ લોકોના મોત થયા હતા અને બે ડઝન લોકો ઘાયલ થયા હતા. જર્મની પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર ગુરુવારની સાંજે લગભગ 9:15 વાગ્યે થયો હતો. આ હુમલા પાછળનું કારણ જાણી શકાયું ન હતું.

ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે “હિંસાના ક્રૂર કૃત્ય”ની નિંદા કરી અને કહ્યું કે તેમની સંવેદના પીડિતો અને તેમના પ્રિયજનો સાથે છે.

પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, પ્રારંભિક સંકેતો અનુસાર, ગ્રોસબોર્સ્ટેલ જિલ્લાના ડેલબોઇઝ સ્ટ્રીટમાં ચર્ચમાં ગોળીબાર કરાયો હતો. તેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. તેઓએ લોકોને આ વિસ્તારમાં રહેતા લોકોને વધારે પડતા જોખમ વિશે એલર્ટ આપવા માટે ઈમરજન્સી એલર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે.

જર્મન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાના સંદેશા મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને એકદમ જરૂરી હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી નેટવર્ક પર બોજ ન પડે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે આ ગુના પાછળના હેતુ વિશે હજી સુધી કોઈ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ નથી. હેમ્બર્ગના મેયર પીટર સ્નિટ્ઝરે કહ્યું, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પોલીસ ગુનેગારોને શોધી કાઢવા તપાસ કરી રહી છે.

જર્મનીમાં તાજેતરના વર્ષોમાં જેહાદીઓ અને ઉગ્રવાદીઓ દ્વારા અનેક હુમલાઓ થયા છે. ડિસેમ્બર 2016માં, બર્લિનના ક્રિસમસ માર્કેટમાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા સૌથી ભયંકર ટ્રક હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે, થોડા દિવસો પહેલા ટ્યુનિશિયામાં પણ હુમલો થયો હતો. ફેબ્રુઆરી 2020 માં મધ્ય જર્મન શહેર હનાઉમાં એક જમણેરી ઉગ્રવાદીએ 10 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી અને અન્ય પાંચને ઘાયલ કર્યા હતા.

LEAVE A REPLY