બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ મેકર સુભાષ ઘાઈ મહિલા સશક્તીકરણ પર આધારિત ટીવી સીરિયલ ‘જાનકી’ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આ સીરિયલ મે મહિનામાં શરૂ થશે અને તેના 208 એપિસોડનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ સીરિયલનું દિગ્દર્શન જિજ્ઞેશ વૈષ્ણવ અને ધર્મેશ કરશે. સીરિયલની સ્ટોરી જૈનેશ એઝરદાર, વંદના તિવારી અને રેખા બબ્બલે લખી છે. આ સીરિયલ અંગે સુભાષ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘ટેલિવિઝન સૌથી શક્તિશાળી માધ્યમ છે. તેમાં આપણા દેશના મનોરંજનને સુધારવા અને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું સામર્થ્ય છે. દૂરદર્શન આપણા દેશમાં સૌથી વધુ જોવાતું માધ્યમ છે, એથી અમારી પ્રથમ સીરિયલ માટે એની સાથે જોડાવું મારા માટે સન્માનની વાત છે.’