6 માર્ચ 2023ના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરો સિવિક સેન્ટરના કાર પાર્કમાં ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર દ્વારા હોળી મોહત્સવનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 1500થી પણ વધારે ભક્તોએ ભાગ લીધો હતો. સંસ્થાના સંસ્થાપક સનાતન ધર્મભૂષણ શ્રી રાજરાજેશ્વર ગુરૂજી, હેરોના મેયર કાઉન્સિલર શ્રીમતી જેનેટ મોટે, ઈંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ સાયમન ઓવન, હેરો ફાયર બ્રિગેડ કમાન્ડર રોબર્ટ હેઝાર્ડ, પોલીસ સુપ્રિટેન્ડન્ટ તાન્યા માર્ટિન  દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી.

હોળી મોહત્સવમાં ઇન્ટરફેઈથ સંસ્થાના અધ્યક્ષ ગોપાલ બચ્ચું સાથે સિદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવક્તા સોનુ મલકાનીએ દરેક મહાનુભાવોનું સ્વાગત કરી છેલ્લા ૧૩ વર્ષથી હોળી મોહત્સવમાં સોહયોગ આપનાર જેસામ કોન્ટ્રેટરના શામજીભાઈ પટેલ અને અન્ય ભક્તો, વોલંટીયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments