Black and Asian tenants suffer from poor housing in Britain
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સરકારે ‘એનિમી પ્રોપર્ટી’ના વેચાણમાંથી રૂ.૩,૪૦૦ કરોડ મેળવ્યા છે. શેર અને સોના જેવી મોટા ભાગની જંગમ મિલકતોને વેચવામાં આવી છે. ૧૯૬૨ અને ૧૯૬૫ના યુદ્ધ પછી ભારત છોડી પાકિસ્તાન અને ચીનની નાગરિકતા લેનારા લોકોની પ્રોપર્ટી ‘દુશ્મન પ્રોપર્ટી’ તરીકે ઓળખાય છે.  

ભારતની નાગરિકતા છોડી પાકિસ્તાન અને ચીનમાં સ્થાયી થયેલા લોકો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે“ધ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા (CEPI)ને દુશ્મન પ્રોપર્ટીના વેચાણમાંથી કુલ રૂ.૩,૪૦૭.૯૮ કરોડ મળ્યા છે. જેમાં ૨૦૧૮-૧૯૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં ૧૫૨ કંપનીના ૭,૫૨,૮૩,૨૮૭ શેર (રૂ.૨,૭૦૮.૯ કરોડ)નો સમાવેશ થાય છે. જ્યારે મહેસૂલી આવક તરીકે રૂ.૬૯૯.૦૮ કરોડ મેળવવામાં આવ્યા છે.” તેમણે કહ્યું હતું કે“જાન્યુઆરીમાં કુલ ૧૬૯૯.૭૯ ગ્રામ સોનાના વેચાણમાંથી રૂ.૪૯,૧૪,૦૭૧ મળ્યા હતા. જ્યારે ચાંદીના ૨૮.૮૯૬ કિગ્રા આભૂષણોના વેચાણમાંથી રૂ.૧૦,૯૨,૧૭૫ મળ્યા હતા. હજુ સુધી સરકાર દ્વારા કોઇ સ્થાવર ‘દુશ્મન પ્રોપર્ટી’નું વેચાણ કરાયું નથી.” અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કેપાકિસ્તાન અને ચીનની નાગરિકતા લેનારા કુલ ૧૨,૬૧૧ ‘દુશ્મન પ્રોપ્રર્ટી’ મૂકીને ચાલ્યા ગયા હતા.  

LEAVE A REPLY