સુરતની કોર્ટે શુક્રવારે રેપ વિથ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. 7 ડિસેમ્બરે સુરતના ચોકબજાર વિસ્તારમાં આરોપીએ માસૂમ બાળકી પર રેપ કર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. આ કેસમાં ક્રાઈમબ્રાંચે આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી હતી. આ કેસની બે મહિનામાં જ ટ્રાયલ પૂરી કરી દેવામાં આવી અને આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સુરતના ચોકબજાર વિસ્તારમાં 7મી ડિસેમ્બરે એક પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકીનું અપહરણ થયુ હતુ. ગુમ થયેલી બાળકીને પરિવાર શોધી રહ્યો હતો ત્યારે એક મકાનમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. મુકેશ પંચાલ નામના વ્યક્તિએ જ બાળકીનું અપહરણ કર્યુ હતુ અને તેના પર દૂષ્કર્મ ગુજારીને તેની હત્યા કરી દીધી હતી. આરોપી મુકેશે બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને કોથળામાં ભરી દીધો હતો અને તે કોથળો પલંગમાં મુકી ફરાર થઈ ગયો હતો.  

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments