FTA between India and Europe
REUTERS/Adnan Abidi

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ના મહત્ત્વ પર ભાર મૂકતા જર્મન ચાન્સેલરે જણાવ્યું હતું કે આ સમજૂતી ઝડપથી થાય તે માટે તેઓ વ્યક્તિગત ધોરણે કામગીરી કરશે. એફટીએ અને રોકાણ સુરક્ષા સમજૂતી થયા પછી ભારત-જર્મની વચ્ચે વેપારમાં મોટો વધારો થશે.

તેઓ અને વડાપ્રધાન મોદી આ સમજૂતી માટે પ્રતિબદ્ધ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વેપારમાં વધારો થાય તેવું અમે ઇચ્છીએ છીએ અને તેથી આ સમજૂતીની તરફેણ કરીએ છીએ. ભારતમાં જર્મનીની આશરે 1,800 કંપનીઓ કાર્યરત છે અને હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.

મોદી સાથેની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે આ મહત્ત્વનો ટોપિક છે અને તેઓ તેમાં વ્યક્તિગત રસ લેશે. ભારત અને યુરોપિયન યુનિયને ગયા વર્ષે મુક્ત વેપાર સમજૂતી અંગે મંત્રણા ફરી ચાલુ કરી હતી અને આ મંત્રણા 2023ના અંત સુધી પૂરી કરવાનો લક્ષ્યાંક છે.

ભારત સાથેની એફટીએથી યુરોપને ઇન્ડો પેસિફિક રિજનમાં તેના વેપારમાં વધારો કરવામાં મદદ મળશે. આ ડીલથી રિજનમાં ચીનના વધતા જતાં પ્રભાવને ખાળવામાં પણ યુરોપને મદદ મળશે.

LEAVE A REPLY