NRI deposits grew by 76 percent from April to December

વિદેશવાસી ભારતીયો (NRIs) દ્વારા ડીપોઝીટ્સમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં NRIએ 5.4 બિલિયન ડોલરની ડીપોઝીટ મુકી હતી, જે ગયા વર્ષે આ સમય દરમિયાન 3.07 બિલિયન ડોલર હતી.
જોકે, 2022-23ના પ્રથમ નવ મહિનામાં આઉટસ્ટેડીંગ એનઆરઆઇ ડીપોઝીટ્સમાં ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. ડિસેમ્બર 2022ના અંતમાં કુલ એનઆરઆઇ ડીપોઝીટ્સ 134.5 બિલિયન ડોલર પર જોવા મળી હતી અને ડિસેમ્બર 2021ના અંતમાં 141.90 બિલિયન ડોલર પર હતી. નવેમ્બરમાં 134.6 બિલિયન ડોલરની સરખામણીમાં ડિસેમ્બરમાં તે સ્થિર હતી એમ આરબીઆઇ ડેટા સૂચવે છે. બેંકર્સના મતે એનઆરઆઇ ડીપોઝીટ્સના ફ્લોમાં વૃદ્ધિનું કારણ ઇન્ટરેસ્ટ રેટ્સ પરની લિમિટ્સ જેવી સુવિધાઓમાં વૃદ્ધિ છે. જોકે, એનઆરઆઇ તરફથી ડીપોઝીટ્સમાં ઘટાડો નોંધાયો હતો જેનું કારણ તહેવારો દરમિયાન ખરીદી હતું, જે કુલ ડીપોઝીટ્સમાં ઘટાડાનું આ એક મુખ્ય કારણ હતું. જુલાઇમાં આરબીઆઇએ એનઆરઆઇ એકાઉન્ટ્સમાં નવેસરથી ફલો આવે તે માટે કેટલાંક ફોરેન કરન્સી નોન-રિસેડેન્ટ (બેંક) અથવા એફસીએનઆરબી અને નોન રેસિડેન્ટ એક્સટર્નલ (એનઆરઇ) ડીપોઝીટ્સ પર ઇન્ટરેસ્ટ રેટ્સની મર્યાદામાં રાહત અને કેશ રીઝર્વ રેશિયોની જાળવણીમાંથી મુક્તિ જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
આરબીઆઇનું વિશ્લેષણ જણાવે છે કે ડિસેમ્બર 2022માં આઉટસ્ટેન્ડીંગ એફસીએનઆર (બી) ડીપોઝીટ્સ 17.55 બિલિયન ડોલર પર હતી, જે નવેમ્બરમાં 16.71 બિલિયન ડોલરની સરખામણીમાં સુધારો દર્શાવતી હતી.

LEAVE A REPLY