Programs of Maha Shivratri Mohotsav
પ્રતિક તસવીર (ANI Photo)

(શનિવાર તા. 18 ફેબ્રુઆરી 2023)

  • BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી માર્ગ, નીસડન, લંડન NW10 8HW ખાતે તા. 18ના રોજ મહા શિવરારત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તોને શંકર દાદાના દર્શન, પૂજા, શિવલીંગ પર બીલી પત્ર ચઢાવવાનો અને વૈદિક રુદ્રાભિષેક કરવાનો લાભ મળશે. આ પર્વે મંદિરની હવેલીમાં ભગવાન શ્રી અમરનાથના પ્રતિક સ્વરૂપ બરફના શિવલીંગના દર્શન તથા અનન્કૂટના દર્શનનો લાભ મળશે. મહારૂદ્રાભિષેક અને અન્નકૂટ દર્શન: સવારે 9થી રાત્રે 8, અન્નકૂટ આરતી બપોરે 11-45થી 12-00 દરમિયાન થશે. સંપર્ક: 020 8965 2651.
  • લોહાણી કોમ્યુનિટી નોર્થ લંડન LCNL દ્વારા શિવરાત્રી પૂજાનું આયોજન શનિવાર તા. 18ના રોજ સાંજે 6:30 વાગ્યાથી ધામેચા લોહાણા સેન્ટર DLC, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દરેકને પૂજા, દર્શન, પ્રસાદીનો લાભ મળશે. પૂજામાં ભાગ લેવા માંગતા લોકોને પોતાનું શિવલિંગ અને ગણેશ મૂર્તિ લાવવા વિનંતી છે. પૂજા સામગ્રી LCNL પૂરી પાડશે. પૂજા પિયુષભાઇ મહેતા કરાવશે. પૂજા માટે નામની નોંધણી કરાવો: પુષ્પાબેન કારીયા 07360 927 920 અથવા પ્રતિભાબેન લાખાણી 07956 454 644.
  • લોહાણા મહાજન લેસ્ટર CIO અને રામ મંદિર દ્વારા તા. 18ના રોજ સવારે 8-30, 10-30, બપોરે 4-30 અને સાંજે 7-30 કલાકે મહા શિવરાત્રી પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક: 0166 266 4642.
  • બ્રહ્માકુમારીઝ, ગ્લોબલ કોઓપરેશન હાઉસ, 65-69 પાઉન્ડ લેન, લંડન, NW10 2HH ખાતે મહા શિવરાત્રી ઉત્સવનું આયોજન તા. 19ના રોજ રવિવારે કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 3, 4, અને 5 વાગ્યે ત્રણ સ્લોટમાં ભગવાન શિવના – સોમનાથના દર્શન, થ્રી ડી વીડીયો, રાજ યોગ એક્ઝીબીશન અને યુનિક મેડિટેશનનો લાભ લઇ શકાશે.
  • બ્રહ્માકુમારીઝ લેસ્ટર દ્વારા હાર્મની હાઉસ, 122 રોઝ વોક, LE4 5HA ખાતે તા. 25 અને 26ના રોજ સાંજે 6-30થી 8-00 દરમિયાન રોજ મહા શિવરાત્રી ઉત્સવની ઉજવણી થશે. તા. 25ના રોજ અમરનાથ કી કથા નાટક, 12 જ્યોતિર્લીંગ દર્શન, નૃત્ય, શિવ કથા, લાઇવ મેડિટેશન અને પ્રસાદનો લાભ મળશે. તા. 26ના રોજ શિવસરગમ ભજન ગૃપના લાઇવ ભજન, 12 જ્યોતિર્લીંગ દર્શન, શિવ મહિમા, લાઇવ મેડિટેશન અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 0116 216 8430.
  • શ્રી વલ્લભનીધિ યુકે – શ્રીનાથજી હિન્દુ સનાતન મંદિર, 159-161 વ્હીપ્સ ક્રોસ રોડ, લેટનસ્ટોન, લંડન E11 1NP ખાતે સનાતન હિન્દુ મંદિર દ્વારા મહા શિવરાત્રી પૂજાનું આયોજન તા. 18-2-23ના રોજ કરાયું છે. જેમાં દર્શન ઉપરાંત રૂદ્રી પૂજા અને મહા પૂજા (સાંજે 7થી 10) કરવાનો લાભ મળશે. સંપર્ક: શ્રી રામ મંદિર 020 8989 7539 અને શ્રીનાથજી મંદિર 020 8989 2034. જ્યારે સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે મહા શિવરાત્રી રૂદ્રી પૂજાનું આયોજન તા. 18-2-23ના રોજ શનિવારે 9-15, 10-30, 2-30, અને 4 વાગ્યાથી એક કલાક માટે કરવામાં આવ્યું છે. મંદિર દ્વારા પૂજા સામગ્રી આપવામાં આવશે. સંપર્ક: 020 8903 7737 અને 07801 838 511.
  • સ્ટડી સોસાયટી દ્વારા 18 ફેબ્રુઆરીના રોજ બપોરે 3થી 5 દરમિયાન કોલેટ હાઉસ 151 ટાલગર્થ રોડ, લંડન W14 9DA ખાતે મહા શિવરાત્રી પ્રસંગે કીર્તન અને પૂજાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે શિવ શક્તિ મંત્રો, કીર્તન અને નૃત્ય રજૂ કરાશે.
  • માંચેસ્ટર શિવ મંદિર દ્વારા માન્ચેસ્ટર હેલ્થ એકેડમી, મૂર રોડ, માન્ચેસ્ટર ખાતે – મહા શિવરાત્રી ઉત્સવનું આયોજન 18ની સવારે 10 વાગ્યાથી 1 સુધી કરવામાં આવ્યું છે. જેમાં ભજન, થીરૂમુરાઇ પારાયણ, રૂદ્રમ મંત્રોચ્ચાર, શિવલીંગ અભિષેકનો લાભ મળશે.

LEAVE A REPLY