લંડનની બહાર આવેલા એસેક્સના ચેમ્સફર્ડમાં રહેતા લોકોએ તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 5 કલાકે ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. બ્રિટિશ જિયોલોજિકલ સોસાયટીએ પુષ્ટિ કરી હતી કે સવારે 5 વાગ્યે ભૂકંપના આંચકા લાગ્યા હતા અને ભૂકંપની તીવ્રતા 2.6 નોંધવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના ઘરો ધ્રૂજી ગયા હતા. કેટલાક લોકોને ગડગડાટનો અનુભવ થયો હતો તો અન્ય લોકોએ દાવો કર્યો હતો કે તેમના ઘરો ધ્રૂજી ગયા હતા.
રીક્ટરસ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6ની અને તેનું કેન્દ્રબિંદુ 8 કિમીની ઊંડાઈએ બિકનેકર પાસે નોંધાયેલ છે. રીક્ટર સ્કેલ પર નોંધાતા 2.5 અને 5.4 ની વચ્ચેની તીવ્રતાવાળા કોઈપણ ભૂકંપને સામાન્ય રીતે અનુભવી શકાય છે, પરંતુ તેનાથી ન્યૂનતમ નુકસાન થાય છે.
કેટલાક સ્થાનિકો લોકોને “મોટા જોરથી ગડગડાટ / ભૂકંપના અવાજ” જેવો અનુભવ થયો હતો તો કેટલાકને “આકાશમાં ફાઇટર જેટ જેવો ગડગડાટ” સંભળાયો હતો. અન્ય અહેવાલો મુજબ કેટલાકના ઘર ધ્રૂજી ઉઢ્યા હતા. તો કેટલાકના ઘરે હીટીંગના રેડિએટર વાઇબ્રેટ થયા હતા.