અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે શનિવારે યુએસ એટલાન્ટિક પરના કથિત ચીની જાસૂસી બલૂનને ઉડાવી દેવા બદલ પેન્ટાગોનની પ્રશંસા કરી હતી, પરંતુ ચીને આ પગલા પર ગુસ્સે થઈને તેનો મજબૂત અસંતોષ” વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે “જરૂરી પ્રતિક્રિયાઓ” આપી શકે છે.
કથિત જાસૂસી બલૂન નોર્થ અમેરિકાના આકાશમાં છેલ્લાં કેટલાંક દિવસથી હતું. અમેરિકાએ એફ 22 પ્લેનમાંથી મિસાઇલ છોડીને ઉડાવી માર્યું હતું. પેન્ટાગોના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બલૂન આશરે 47 ફીટ છીછરા પાણીમાં પડ્યું હતું.
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને અમેરિકાના સાર્વભૌમત્વના અસ્વીકાર્ય ઉલ્લંઘનનના જવાબમાં અમેરિકાએ કરેલી “ઇરાદાપૂર્વકની અને કાયદેસરની કાર્યવાહી” ગણાવી હતી. પરંતુ ચીનના વિદેશ મંત્રાલયે રવિવારે સવારે એક નિવેદનમાં અમેરિકી કાર્યવાહી પર પ્રહાર કરતા કહ્યું કે “નાગરિક” એરફ્રાક્ટને તોડી પાડવું “સ્પષ્ટપણે વધુ પડતી પ્રતિક્રિયા અને ગંભીર રીતે આંતરરાષ્ટ્રીય પ્રથાનું ઉલ્લંઘન કરે છે.”
એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમેરિકાની નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું ન થાય તે રીતે શનિવારની બપોર એ બલૂનને નીચે તોડી પાડવાની આર્મી પાસે પ્રથમ તક હતી
આ શંકાસ્પદ બલૂને એક સપ્તાહ પહેલાં જ અમેરિકાની હવાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાએ તેને જાસૂસી બલૂન ગણાવ્યું હતું. ચીને તેને સામાન્ય હવામાન સંબંધી જાણકારી મેળવવા માટેનું ગણાવીને માહોલ સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટનાથી અમેરિકા અને ચીનના સંબંધ જરૂર ખરાબ થઈ ગયા છે.
જો બાઈડને કહ્યું કે, તેઓએ બલૂનને તોડી પાડવા માટે બુધવારે જ આદેશ જારી કર્યો હતો. પરંતુ ત્યારે અમેરિકા રક્ષા મંત્રાલય પેંટાગોને રાહ જોવાની ભલામણ કરી હતી કે જ્યાં સુધી આ બલૂન સમુદ્ર પર ન જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તેનો મુખ્ય હેતુ શૂટ ડાઉનથી જે કાટમાળ પડે એનાથી લોકોને બચાવવાનો હતો. બાઈડને કહ્યું કે, તેઓએ સફળતાપૂર્વક તેને નીચે પાડ્યું છે અને હું આપણાં એવિએટર્સને શુભેચ્છા આપવા માગુ છું, જેઓએ આ કામ કર્યું.