બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર પાંચ દિવસમાં 2.5 બિલિયન રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ કલેકશનના નવા વિક્રમો કરવાની દિશામાં આગેકૂચ કરી છે. યશરાજ ફિલ્મ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય મોરચે પણ ત્રણ દિવસમાં 1 બિલિયન (અબજ) રૂપિયાની કમાણી કરતા કોરોના મહામારી પછી નિરાશાજનક સ્થિતિમાં ધકેલાયેલા બોલિવુડમાં નવા જોમભર્યા ઉત્સાહનો સંચાર થયો છે. 57 વર્ષના શાહરુખ ખાનની ચાર વર્ષ પછી આવેલી ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હતી.