એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર એક પુરુષ મુસાફરે પેશાબ કર્યો હોવાની ઘટના પછી એરલાઇન્સે તેની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ નીતિ બદલી છે. એર ઇન્ડિયાએ તેના ક્રૂને વધુ આલ્કોહોલ પી રહેલા મુસાફરને રોકવાની સત્તા આપી છે. નવી નીતિ મુજબ, કેબિન ક્રૂ દ્વારા આપવામાં આવે ત્યાં સુધી મુસાફરોને દારૂ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પોતાના આલ્કોહોલનું સેવન કરી રહ્યા હોય તેવા મુસાફરો અંગે કેબિન ક્રૂ સચેત રહેશે. કેબિન ક્રૂને જરૂર જણાય તો તે દારૂ પીધેલ મુસાફરનું બોર્ડિંગ રોકી શકે છે.
જો પેસેન્જર પોતાના આલ્કોહોલનું સેવન કરતા હોય અથવા વધુ પડતો આલ્કોહોલનું સેવન કરતા હોય જેને કારણે એવું જણાય કે વિમાન, ક્રૂ અથવા અન્ય મુસાફરોને નુકશાન પહોંચી શકે છે તો તેમને રોકવા આવશે. એર ઈન્ડિયાએ ક્રૂ મેમ્બરોને સુચના આપી છે કે મુસાફરને ‘ડ્રંક’ ન કહો તેમને નમ્રતાથી ચેતવણી આપો કે તેમનું વર્તન અસ્વીકાર્ય છે. કોઈ મુસાફરે પૂરતું પીધું હોવાનું જણાય તો તેમને ‘વન લાસ્ટ ડ્રીંક’ ન આપો. એક નિવેદનમાં, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરલાઈને તેની અત્યારની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સર્વિસ પોલિસીની સમીક્ષા કરી છે, અન્ય કેરિયર્સની પ્રેક્ટિસ અને યુએસ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની માર્ગદર્શિકામાંથી સંદર્ભ લેવામાં આવ્યો છે. ટાટા જૂથની માલિકીની એરલાઇન તાજેતરમાં બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં બનેલ ઘટનાને સંભાળવામાં નિષ્ફળ રહી હોવા હોવાથી DGCA દ્વારા મોટો દંડથી ફટકારવામાં આવ્યો છે.