લંડનના ટ્યુબ, બસ, ઓવરગ્રાઉન્ડ, એલિઝાબેથ લાઇન, ડીએલઆર અને ટ્રામના ભાડામાં 5 માર્ચથી સરેરાશ 5.9 ટકાનો વધારો કરવાની મેયર સાદિક ખાને જાહેરાત કરી હતી.
આ ભાડા વધરાનો અર્થ એ છે કે બસ અને ટ્રામના ભાડામાં 12 ટકાના દરે મુસાફરી દીઠ ભાડુ £1.65 થી વધીને £1.75 થશે અને રોજની મર્યાદા (કેપ) £4.95 થી £5.25 થશે. કોન્ટેક્ટલેસ અને ઓયસ્ટર માટે ઝોન 1થી 6ની TfL ભાડાની મર્યાદા દૈનિક £14.90 અને સાપ્તાહિક £74.50 થશે. જ્યારે દૈનિક બસ અને ટ્રામના ભાડાની મર્યાદા પ્રથમ વખત £5થી ઉપર જશે.
ઝોન 1ની અંદર પ્રતિ મુસાફરી માટે ટ્યુબ ભાડુ £2.50થી વધીને £2.80 થશે અને કોઈ ઑફ-પીક ભાડુ રહેશે નહીં. આ ભાડુ નેશનલ રેલ જેટલું જ હશે. આ વઘારો આઉટર લંડનના ભાડાને શક્ય તેટલું ઓછું રાખવામાં મદદ કરશે.
60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ લોકો કાયમી ધોરણે વીકડેઝમાં સવારે 9 વાગ્યા પહેલાં તેમના ફ્રી ટ્રાવેલ કાર્ડ દ્વારા મફત મુસાફરી કરી શકશે નહીં. જો તેઓ વિકડેઝમાં સવારે 8.59 પહેલાં મુસાફરી કરશે તો તેમણે પુખ્ત વયના લોકોનું ભાડુ ચૂકવવું પડશે.
મેયરે કહ્યું હતું કે કન્ઝર્વેટિવ સરકાર દ્વારા તેમના હાથ પીઠ પાછળ બાંધી રાખવામાં આવ્યા છે. TfL ને £1.2 બિલિયનના ભંડોળના સોદામાં વાટાઘાટ કરાયેલ સરકારી ભંડોળ મળે તેમ નથી.