95મા એકેડેમી પુરસ્કારો માટેના નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ફિલ્મના નાટુ નાટુ ગીતને ઓસ્કાર્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. અગાઉ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.
આ ઉપરાંત ભારતીય નિર્મિત બે ડોક્યુમેન્ટ્રી પણ ઓસ્કાર માટે જઈ રહી છે – શોનક સેનની ઓલ ધેટ બ્રેથને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે અને યરેક્ટર ગુનીત મોંગીની ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ કરવામાં આવી છે.
જોકે ભારતની સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી, છેલ્લો શો અથવા લાસ્ટ પિક્ચર શો, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં અંતિમ સ્લેટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.
RRRના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું કે “અમે ઇતિહાસ રચ્યો છે.” અભિનેતા રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સે ઓસ્કાર માટેના નામાંકનની જાહેરાત કરી હતી. 95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચે લોસ એન્જલસમાં યોજાશે. ચેટ શો હોસ્ટ જીમી કિમેલ ત્રીજી વખત હોસ્ટ કરશે.