સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (યુકે)એ શ્રેણીબદ્ધ પ્રોડક્ટ્સમાં સ્પર્ધાત્મક રેટ ઓફર કરતી તેની ફિકસ્ટ રેટ બાય-ટુ લેટ પ્રોડક્ટ્સ ફરી ચાલુ કરી છે તથા નીચી આવક ધરાવતા ઋણધારકો માટે 50 ટકા નવા લોન-ટુ વેલ્યૂ (LTV) બેન્ડ રજૂ કર્યું છે.
નવેસરથી પ્રોડક્ટ્સની રજૂઆત એક્સપેટ્સ સહિત વ્યક્તિગત અને પોર્ટફોલિયો મકાનમાલિકોને સ્પર્ધાત્મક ડીલ ઓફર કરે છે. ગ્રીન રેન્જ એવી પ્રોપર્ટીઝ માટે ઉપલબ્ધ છે કે જે “A”, ”B” અથવા “C” EPC રેટિંગ ધરાવે છે. આવા મકાનમાલિકોને SBI UKના પ્રાઇસ પોઈન્ટ્સમાં નીચા દરોનો લાભ મળશે. કેટેગરીઓ સ્પર્ધાત્મક બાય-ટુ-લેટ માર્કેટમાં આકર્ષક વિકલ્પ પૂરો પાડે છે.
SBI UK ના ચીફ બિઝનેસ ઓફિસર, અભિષેક સહાયે જણાવ્યું હતું કે અમે અમારી ફિક્સ્ડ રેટ બાય-ટુ-લેટ પ્રોડક્ટ્સ ફરીથી રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે આ નિર્ણાયક સમય દરમિયાન મકાનમાલિકો અને UK હાઉસિંગ માર્કેટને ટેકો આપશે. અમે બાય ટુ લેટ માર્કેટ માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા મધ્યસ્થી ભાગીદારો સાથે જોડાવા માટે આતુર છીએ. અમારી ગ્રીન રેન્જ ઊર્જા-કાર્યક્ષમ ઘરો અને મિલકતોને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. બેન્કને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડામાં તેની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા બદલ ગર્વ છે.