મુંબઈમાં પોલીસે ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને ગત સપ્તાહે 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટર દ્વારા આરોપીઓ અમેરિકન નાગરિકોને રોકાણ પર આકર્ષક વળતર આપવાનું વચન આપીને તેમની સાથે ઠગાઇ કરતા હતા, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને વડાલા (ઇસ્ટ)માં ચાલતા બિનઅધિકૃત કોલ સેન્ટર વિશે ચોક્કસ માહિતી મળી હતી જે અમેરિકનોને આકર્ષક વળતર મેળવવા માટે તેમના બેંક ખાતામાં 500 થી 1000 ડોલર જમા કરવાનું કહીને તેમને સાથે ઠગાઇ કરતા હતા. આ પકડાયેલા આરોપીઓ યુ.કે., નવી દિલ્હી અને મુંબઈથી ફોન કરી રહ્યા હોવાનું કહીને અમેરિકનોનો સંપર્ક કરતા હતા અને તેમને સારા વળતરનું વચન આપતા શેર, કરન્સી અને કોમોડિટીમાં રોકાણ કરવા માટે જણાવતા હતા. જોકે, જેમણે આ તેમાં રોકાણ કર્યું હતું અને તેમને જે નાણાનું વચન આપવામાં આવ્યું હતું તે ચૂકવવામાં આવ્યા નહતા, તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ 2,000થી વધુ રોકાણકારોનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે કરોડોની ઠગાઇ કરી હતી. પોલીસે કોલ સેન્ટરમાંથી 15 લેપટોપ, 1 ડેસ્કટોપ, 2 રાઉટર અને એક LAN મશીન જપ્ત કર્યું હતું. ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે તેમને 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.