Motorists advised to be cautious on icy roads
(Photo by Peter Macdiarmid/Getty Images)

હવામાન ખરાબ હોય ત્યારે બર્ફીલા રોડ પર મુસાફરી કરવાનું ટાળવું એ સૌથી સલામત વિકલ્પ છે, પરંતુ અમુક સંજોગોમાં વાહનનો ઉપયોગ કર્યા વગર ચાલી શકે તેમ ન હોય ત્યારે સુરક્ષિત મુસાફરી કઇ રીતે કરવી તે અંગે અહીં કેટલીક ટીપ્સ આપી છે.

શિયાળામાં હંમેશ કાર વિન્ડસ્ક્રીનના વાઇપર્સ તપાસો. જો વાઇપર્સ ચાલુ ન હોય કે જામી ગયા હોય ત્યારે કારનું એન્જિન ચાલુ કરવામાં આવે ત્યારે અચાનક ચાલુ થવાથી તેને નુકસાન થઈ શકે છે. વાહનની ઇગ્નીશન સ્વિચ ચાલુ કરી કાર શરૂ કરો પછી કારના હીટીંગને ચાલુ કરી બ્લોઅરને ઉંચા લેવલ પર લઇ જઇ તાપમાનને ઊંચુ કરવું અને તેની ગરમી વિન્ડસ્ક્રીન પર જાય તે જરૂરી છે. જો કાર પર બરફ જામી ગયો હોય તો ડી-આઈસર અને આઈસ સ્ક્રેપરનો ઉપયોગ કરો. ઘણાં લોકો ઉકળતુ પાણી નાંખે છે જેનાથી કારના કાચ તૂટી શકે છે.

સ્નો પડે ત્યારે કારની બારીઓ, મીરર, લાઈટ્સ અને રૂફ પરથી જામી ગયેલો બરફ પૂરેપૂરો હટાવવો જરૂરી છે. જો તે સાફ ન કરો તો તમને હાઇવે કોડની કલમ 229 હેઠળ ત્રણ પોઈન્ટ અને £60નો દંડ થઈ શકે છે. રોડ ટ્રાફિક એક્ટ 1988ની કલમ 41D દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. કેમ કે વાહન ચલાવતા પહેલા આગળનો રસ્તો સ્પષ્ટ દેખાય તે કાનૂની જરૂરિયાત છે. જો તમારા વાહન  પરથી બરફ અન્ય વાહન પર પડે તો પણ તમને આકરો દંડ થઇ શકે છે.

શિયાળાના હવામાનમાં મુસાફરી કરતી વખતે ઓઇલ, પાણી અને લાઇટ સહિત તમારા વાહનની તપાસ કરવી અને કટોકટી માટે વિન્ટર કીટ, સુકો નાસ્તો, પીવાનું પાણી હોય તે જરૂરી છે.  બર્ફીલા રોડ પર વ્હીલ સ્પિન થવાની સંભાવના હોય ત્યારે વધુ એક્સીલરેટ કરવાને બદલે ધીમેથી થ્રોટલ કરવું જરૂરી છે. વાહનને બીજા ગિયરમાં લઇ જાવ અને ક્લચ હળવેથી છોડશો તો સ્નોમાંથી વાહન બહાર નીકળી શકશે. રોડ પર વાહન ધીમું કરવા માટે નીચલા ગિયર્સ દ્વારા એન્જિન બ્રેકિંગનો ઉપયોગ કરો અને પાછળ આવતા વાહનોને ખબર પડે તે માટે બ્રેક લાઇટ બતાવવા માટે બ્રેક પેડલનો હળવેથી સ્પર્શ કરો.

બર્ફીલા રોડ હોય ત્યારે હીલ પર જતા હો કે ઉતરતા હો ત્યારે રોડ ક્લીયર છે તે ચેક કરો અને વાહન એકધાર્યું ઓછી ઝડપે ચલાવો અને હીલ પર હો ત્યારે ગિયર બદલવાનું ટાળો. હંમેશા નીચા ગિયરનો ઉપયોગ કરો અને બ્રેક મારવાનું ટાળો તથા આગળની કારથી સલામત અંતર રાખો. હંમેશા કારની હેડલાઇટ ચાલુ રાખો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments