India - England draw 0-0 in Hockey World Cup
(ANI Photo)

ભારતમાં ગયા સપ્તાહે શરૂ થયેલી વર્લ્ડ કપ હોકી ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ ઈંગ્લેન્ડ સામે રૂરકેલા ખાતે રવિવારે રમાઈ હતી, જેમાં એકપણ ટીમ ગોલ નહીં કરી શકતાં મેચ 0-0થી ડ્રો થઈ હતી. ગ્રુપમાં બન્ને ટીમ બે-બે મેચ પછી 4-4 પોઈન્ટ સાથે બરાબરીમાં છે, જો કે ઈંગ્લેન્ડ વધુ સારા ગોલ ડીફરન્સના કારણે પ્રથમ તથા ભારત બીજા સ્થાને છે. 

ભારતીય ડિફેન્ડરોએ શાનદાર દેખાવ કરી ઈંગ્લેન્ડની ચડિયાતી ગણાતી ટીમને ગોલ કરવા દીધો નહોતો. મેચની અંતિમ પળોમાં સુરેન્દર કુમારે ગોલ લાઈન પરથી બોલ ક્લિયર કરતાં ભારત પરાજયમાંથી બચી ગયું હતુ. જો કે ભારતના મોખરાની હરોળના ખેલાડીઓ પણ ગોલ કરવાની તક ચૂકી ગયા હતા. 

હવે ભારતનો અંતિમ લીગ મેચનો મુકાબલો 19મી જાન્યુઆરીએ વેલ્સ સામે છે. ઈંગ્લેન્ડનો પણ છેલ્લો લીગ મુકાબલો તે જ દિવસે સ્પેન સામે છે. હોકી વર્લ્ડકપના ફોર્મેટ અનુસાર ગ્રુપમાં ટોચના સ્થાને રહેલી ટીમ સીધી જ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે, તો ગ્રુપમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ્સને અન્ય ગ્રુપની ટીમ સામે ક્રોસ ઓવર મેચ રમવાની આવશેજે પ્રિ-ક્વાર્ટર ફાઈનલ સમાન બની રહેશે. 

ભારતે પ્રથમ મેચમાં સ્પેન સામે 2-0થી તથા ઈંગ્લેન્ડે વેલ્સને 5-0થી હરાવ્યું હતું.

અત્યારસુધીની અન્ય મેચના પરિણામો આ મુજબ છેઃ

તારીખ              મેચ                       ગોલ અને પરિણામ  

13-01       આર્જેન્ટીના – સા. આફ્રિકા                    1 – 0       આર્જેન્ટીનાનો વિજય 

              ઓસ્ટ્રેલિયા – ફ્રાન્સ                             8 – 0       ઓસ્ટ્રેલિયાનો વિજય 

14-01       ન્યૂ ઝીલેન્ડ – ચીલી                           3 – 1        ન્યૂ ઝીલેન્ડનો વિજય 

              નેધરલેન્ડ્સ – મલેશિયા                       4 – 0        નેધરલેન્ડ્સનો વિજય 

              બેલ્જિયમ – સા. કોરીઆ                      5 – 0        બેલ્જિયમનો વિજય 

              જર્મની – જાપાન                               3 – 0       જર્મનીનો વિજય 

15-01       સ્પેન – વેલ્સ                                   5 – 1        સ્પેનનો વિજય 

              મલેશિયા – ચીલી                              3 – 2        મલેશિયાનો વિજય 

              નેધરલેન્ડ્સ – ન્યૂ ઝીલેન્ડ                     4 – 0        નેધરલેન્ડ્સનો વિજય 

LEAVE A REPLY