આગામી તારીખ 18થી ભારતના પ્રવાસે આવેલી ન્યૂ ઝીલેન્ડની ક્રિકેટ ટીમની પહેલા ત્રણ વન-ડે અને પછી ત્રણ ટી-20 મેચની સીરીઝની શરૂઆત થાય છે અને તેમાં પણ ભારતીય ક્રિકેટ બોર્ડે વન-ડે સીરીઝ માટે રોહિત શર્મા તથા ટી-20 માટે હાર્દિક પંડ્યાને સુકાનીપદ સોંપ્યું છે.
આ સીરીઝમાં કે. એલ. રાહુલ તથા અક્ષર પટેલનો સમાવેશ નથી કરાયો કારણ કે બન્ને લગ્ન કરવાના હોવાથી તેમણે રજા લીધી છે. તો સંજુ સેમસનને પડતો મુકાયો છે.
વન-ડે સીરીઝ માટેની ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, કે. એસ. ભરત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.
ટી-20 સીરીઝ માટેની ટીમઃ હાર્દિક પંડ્યા (સુકાની), સુર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેન્દ્ર શર્મા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.