Seven die after being strangled by kite string in Utrayan
રાજકોટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023 દરમિયાન જી20મા ભારતની પ્રેસિડન્સીનો લોગો દર્શાવતા પતંગો (PTI Photo)

ગુજરાતમાં 14-15 જાન્યુઆરીએ ઉતરાયણના તહેવારમાં દરમિયાન વાહન ચલાવતા પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ઉતરાયણ સંબંધિત ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા હતા.

રાજ્યમાં પતંગની દોરી વાગવાથી વડોદરામાં ૧, રાજકોટમા૧, ગાંધીધામમાં ૧, કલોલમાં ૧, વિસનગરમા ૧, ભાવનગર-૧ તેમજ કામરેજમાં ૧ યુવક સહિત સાત લોકોનો પતંગની દોરીએ જીવ લીધો હતો.ધાબા પરથી પડી જવાની અનેક ઘટના બની હતી. આવી એક ઘટનામાં વિજયનગરમાં એક યુવકનું મોત થયું હતું. અનેક અબોલ પક્ષીઓ પણ દોરીમાં લપેટાયાની ઘટનાઓ બની હતી.

વડોદરા નજીક આવેલા દશરથ ખાતે બ્રિજ પર પતંગની દોરીથી સ્વામી પરમાત્મા યાદવ ઉર્ફે રિન્કુ યાદવ (ઉ. ૩૫)નું મોત થયું હતું. શહેરની સયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૪ જાન્યુઆરીની સવારે આઠ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્તોની સંખ્યા ૧૬ પહોચી હતી. ધાબા પરથી પડવાના પાંચ બનાવમાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઇ હતી.

વિસનગર ઠાકોર રણજીતજી હરગોવનજીની પત્ની તેની ચાર વર્ષની બાળકીને લઈ બજારથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન બાળકીના ગળાના ભાગે પતંગની દોરી વીંટળાઇ જતાં મોત નીપજ્યું હતું. કલોલના છત્રાલમાં ગરમી ચોકમાં રહેતો અશ્વિન મહેન્દ્રભાઈ ગઢવી ઘરેથી ફરવા બાઇક પર નીકળ્યા ત્યારે કલોલ હાઇવે પાસે તેમનું દોરીથી ગળું કપાવવાથી કમકમાટીભર્યું મૃત્યુ થયું હતુ.

રાજકોટમાં આજીડેમ પોલીસ મથક હેઠળના લોઠડા ગામે પતંગના દોરાથી ગળું કપાઇ જતાં 7 વર્ષના ઋષભ અજયભાઈ વર્માને ગળામાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. કામરેજ ચારરસ્તા પાસે એક મોટર સાયકલ પર યુવાન પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરી યુવકના ગળામાં ભરાઇ ગઈ હતી. યુવકને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૃતક યુવકનું નામ સંજય કરશન રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું ગાંધીધામના નરેન્દ્ર ઉર્ફે નાનજી વાઘેલાને પતંગની દોરીથી ગંભીર ઈજા પહોચતા 20 વર્ષિય યુવાનનું મૃત્યુ થયું હતું. રાજકોટમાં ચાઈનીઝ દોરીથી ત્રણના ગળા કપાયા હતા.

LEAVE A REPLY