New Jantri rates in Gujarat postponed till April 15

બિનનિવાસી ગુજરાતીઓ (NRG)ની મિલકતોનું છેતરપિંડી કરીને થતું વેચાણ રોકવા માટે ગુજરાત સરકારે નવો નિયમ બનાવ્યો છે. સરકારે આ આ નવા નિયમ મારફત ‘પાવર ઓફ એટર્ની’ દસ્તાવેજોના દુરુપયોગને રોકવાનો પ્રયાસ કર્યો છે. નવા નિયમ મુજબ બિન નિવાસી ભારતીયોએ પોતે હયાત હોવાનું ડિક્લેરેશન પણ આપવું પડશે.

મહેસૂલ વિભાગે આ મહિને બે મહત્ત્વના પરિપત્ર બહાર પાડ્યા હતા. હવેથી NRG અથવા રાજ્યની બહાર રહેતા વ્યક્તિએ રાજ્યમાં પોતાની પ્રોપર્ટીના વેચાણ માટે પાવર ઓફ એટર્ની ઉપરાંત પ્રોપર્ટીના વેચાણ સમયે તેઓ જીવિત છે તે દર્શાવતું હયાતીનું સોંગદનામું પણ આપવું પડશે. સામાન્ય પણે બિન નિવાસી ગુજરાતીઓ રાજ્યમાં પોતાની સંપત્તિના વેચાણ માટે કોઇને તેના પાવર આપતા હોય છે. જેને પાવર ઓફ એટર્ની આપવામાં આવી હોય તેવા વ્યક્તિ લોહીનો સંબંધ હોય છે અથવા કોઇ થર્ડ પાર્ટી હોય છે. હવે નવા નિયમ મુજબ બિનનિવાસી ગુજરાતીએ નોટરાઇઝ્ડ ડિક્લેરેશન સીલબંધ એન્વલપમાં મોકલવું પડશે અને તે સબ-રજિસ્ટ્રારની સામે જ ખોલી શકાશે.

અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં ખરીદદારોએ પાવર ઓફ એટર્ની મેળવેલા લોકો દ્વારા એનઆરઆઈની મિલકતો ખરીદી હતી. આ પછીથી અન્ય લોકો મિલકતમાં તેમના હિસ્સાનો દાવો કરતા જોવા મળ્યા છે.

સ્ટેમ્પ સુપરિન્ટેન્ડન્ટ જેણુ દેવએ આ સંદર્ભે 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરીએ બે પરિપત્ર બહાર પાડ્યા હતા. મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે એનઆરઆઈ માલિક હયાત છે તેવા પાવર ઓફ એટર્ની હોલ્ડર્સના ડિક્લેરેશનની જગ્યાએ ખુદ પ્રોપર્ટી માલિકે અલગ ડિક્લેરેશન આપવું પડશે અને તે સબ-રજિસ્ટ્રારને સીલબંધ કરવામાં પોસ્ટ કરવું પડશે.
અધિકારીએ જણાવ્યું હતું કે પાવર ઓફ એટર્ની જારી કરનાર NRI વેચાણકર્તાએ રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર અલગ ડિક્લેરેશનમાં જણાવવું પડશે કે તે જીવિત છે. તેઓએ જારી કરાયેલ પાવર ઓફ એટર્ની પાછી ખેંચી કે રદ કરી નથી. આ ડિક્લેરેશનમાં જણાવવું પડશે કે આ પ્રોપર્ટીના સંદર્ભમાં ભારતની કોઇપણ કોર્ટ કે ટ્રિબ્યુનલમાં કોઇ કેસ કે વિવાદ ચાલતો નથી. એનઆરઆઈ સેલરે એવું પણ પ્રમાણપત્ર આપવું પડશે કે જો ટ્રાન્ઝેક્શનમાં કોઇ કૌભાંડ જણાશે તો તેની જવાબદારી તેમની રહેશે.

LEAVE A REPLY