17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન માટે 70 દેશોના 3,500થી વધુ ડાયસ્પોરા સભ્યોએ નોંધણી કરાવી છે. 2019 પછી પ્રથમ વખત ફિઝિકલ મોડમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનની 16મી આવૃત્તિ 2021માં કોરોના મહામારીને કારણે વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી.
વડા પ્રધાન મોદી સોમવારે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ડાયસ્પોરાનું યોગદાન” થીમ પર પ્રથમવાર ડિજિટલ PBD એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. સલામત, કાનૂની, સુવ્યવસ્થિત અને કુશળ માઇગ્રેશનને મહત્વને દર્શાવવા સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ જારી કરાઈ હતી.
G20ની ભારતની ચાલી રહેલી પ્રેસિડેન્સીને ધ્યાનમાં રાખીને સોમવારે એક ખાસ ટાઉન હોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ 1915માં દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીના મુંબઈમાં આગમનના પ્રસંગને માટે ઉજવવામાં આવે છે. 2015થી, રાષ્ટ્રના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનની ઉજવણી કરવા માટે દર બે વર્ષે સંમેલનનું આયોજન કરવામાં આવે છે.