પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દિલ્હી, હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કાતિલ શીત લહેર વચ્ચે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકને કારણે ગુરુવારે, 7 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા.મૃત્યુ પામેલા લોકોમાં, 17 લોકો કોઈપણ તબીબી સારવાર મેળવે તે પહેલાં મૃત્યુ પામ્યા હતા. હાર્ટ સંબંધિત બિમારીને કારણે એક દિવસમાં 723 દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા.

તબીબોના મતે ઠંડીમાં અચાનક બ્લડપ્રેશર વધી જવાથી અને લોહી ગંઠાઈ જવાથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવી રહ્યા છે. લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ)ના એક ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે, “આ ઠંડા હવામાનમાં હાર્ટ એટેક માત્ર વૃદ્ધો સુધી જ સીમિત નથી. અમારી પાસે એવા કિસ્સાઓ છે જ્યારે કિશોરોને પણ હાર્ટ એટેક આવ્યો હોય. દરેક વ્યક્તિ, ભલે તે ઉંમરના હોય તેમને ગરમ રહેવું જોઇએ.”

આ કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યૂટના કંટ્રોલ રૂમે જણાવ્યું કે ગુરુવારે હાર્ટ સંબંધિત બિમારીને કારણે કુલ 723 દર્દીઓ ઈમરજન્સી અને ઓપીડીમાં આવ્યા હતા. જેમાંથી 41 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જેમની હાલત ગંભીર હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાત દર્દીઓના ઠંડીના કારણે મોત નિપજ્યા હતા.આ ઉપરાંત 15 દર્દીઓને મૃત અવસ્થામાં ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર વિનય ક્રિષ્નાએ પણ સલાહ આપી હતી કે આ હવામાનમાં દર્દીઓને ઠંડીથી બચાવવા જોઈએ.

LEAVE A REPLY