ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના લગભગ ત્રણ ટકા લોકો લેસ્બિયન, ગે અથવા બાયસેક્સ્યુઅલ તરીકે ઓળખાયા છે, તેવું 2021ની વસ્તી ગણતરીના આંકડામાં જણાયું છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી બહાર આવી છે. 2021માં થયેલી વસ્તીગણતરી બ્રિટનમાં સૌપ્રથમ એવી હતી જેમાં લોકોના સેક્સ્યુઅલ અભિગમ વિશે પૂછવામાં આવ્યું હતું અને આ તારણો અગાઉ થયેલા નાના સર્વેક્ષણો સાથે સુસંગત છે.
બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીમાં પણ પ્રથમવાર લોકોને તેમના લિંગ અંગે પૂછવામાં આવ્યું હતું. 16કે તેથી વધુ ઉંમરના અંદાજે 262,000 લોકોમાંથી 0.5 ટકાએ જવાબ આપ્યો કે, અત્યારે તેમની જે લિંગ છે તે જન્મ સમયે નોંધાયેલ તેમના લિંગથી જુદું હતું, તેવું ONS દ્વારા જણાવવામાં આવ્યું હતું. સર્વેમાં સેક્સ્યુઅલ અભિગમ અને લિંગ ઓળખ વિશેના પ્રશ્નો સ્વૈચ્છિક રીતે પૂછવામાં આવ્યા હતા, અને 7.5 ટકા લોકોએ તેમના સેક્સ અંગેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે 6.0 ટકા લોકોએ સેક્સની ઓળખ વિશેના પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 43.4 મિલિયન લોકોએ કહ્યું કે તેઓ “સીધા અથવા વિષમલૈંગિક” છે, જ્યારે 16 કે તેથી વધુ ઉંમરના 1.5 મિલિયન- 3.2 ટકા લોકો ગે અથવા લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ અથવા અન્ય તરીકે ઓળખાયા છે.
1.5 ટકા જેટલા લોકોએ કહ્યું કે, તેઓ ગે અથવા લેસ્બિયન છે અને 1.3 ટકા બાયસેક્સ્યુઅલ છે. અન્ય 0.3 ટકા એ અન્ય જાતીના હોવાની માહિતી આપી હતી, જેમાંથી બે તૃતીયાંશ લોકોએ પોતાને પેનસેક્સ્યુઅલ કહ્યા હતા. લિંગની ઓળખ અંગે 16 કે તેથી વધુ ઉંમરના 262,000 લોકોએ જવાબ આપ્યો કે તેઓ જન્મ સમયે નોંધાયેલા લિંગથી અત્યારે જુદું લિંગ ધરાવે છે, તેમ ONS એ તેમના રીપોર્ટમાં જણાવ્યું હતું. આ લોકોમાંથી 48 હજારે જણાવ્યું હતું કે, તેઓ હવે ટ્રાન્સ મેન તરીકે ઓળખાયા છે, 48,000 ટ્રાન્સ વુમન તરીકે ઓળખાયા છે, 30 હજાર લોકોએ કહ્યું કે તેઓ બિન-દ્વિઅંગી છે અને 18 હજાર લોકોએ જણાવ્યું હતું કે તેમની પાસે બીજી લિંગની ઓળખ છે.

LEAVE A REPLY