ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ અને આઈપીએલ ઉપરાંત શ્રીલંકા, ન્યૂ ઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે તથા સાઉથ આફ્રિકાની ધરતી ઉપર એમ કુલ છ સીરીઝ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં ત્રણ ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડેની એક સીરીઝ રમશે તેમજ બીજા પ્રવાસમાં બે ભાગમાં – એક વન-ડે વર્લ્ડ કપ પહેલા અને બીજા ભાગમાં વર્લ્ડ કપ પછી વન-ડે તથા ટી-20ની સીરીઝ રમશે, જ્યારે વર્ષના અંતિમ તબક્કામાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં તે ડીસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024માં બે ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડે અને ત્રણ ટી-20ની સીરીઝ રમશે.
ટીમનો કાર્યક્રમ આ મુજબ છેઃ
જાન્યુઆરીઃ શ્રીલંકાની ટીમ સામે ત્રણ ટી-20, ત્રણ વન-ડે
પ્રથમ ટી20- 3 જાન્યુ. મુંબઈ
બીજી ટી20- 5 જાન્યુ. પૂણે
ત્રીજી ટી20- 7 જાન્યુ. રાજકોટ
પ્રથમ વનડે- 10 જાન્યુ. ગુવાહાટી
બીજી વનડે- 12 જાન્યુ. કોલકત્તા
ત્રીજી વનડે- 15 જાન્યુ. તિરૂવનંતપુરમ
જાન્યુઆરી-ફેબ્રુઆરી ન્યૂ ઝીલેન્ડનો ભારત પ્રવાસ
પ્રથમ વનડે- 18 જાન્યુ. હૈદરાબાદ
બીજી વનડે- 21 જાન્યુ. રાયપુર
ત્રીજી વનડે- 24 જાન્યુ. ઈન્દોર
પ્રથમ ટી20- 27 જાન્યુ. રાંચી
બીજી ટી20- 29 જાન્યુ. લખનઉ
ત્રીજી ટી20- 1 ફેબ્રુ. અમદાવાદ
ફેબ્રુઆરી-માર્ચ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
પ્રથમ ટેસ્ટ- 9થી 13 ફેબ્રુ. નાગપુર
બીજી ટેસ્ટ- 17થી 21 ફેબ્રુ. દિલ્હી
ત્રીજી ટેસ્ટ- 1થી 5 માર્ચ – ધર્મશાલા
ચોથી ટેસ્ટ- 9થી 13 માર્ચ – અમદાવાદ
પ્રથમ વનડે- 17 માર્ચ – મુંબઈ
બીજી વનડે- 19 માર્ચ – વિશાખાપટ્ટનમ
ત્રીજી વનડે- 22 માર્ચ – ચેન્નઈ
સંભવત્ એપ્રિલ-મે – આઈપીએલ 2023
સપ્ટેમ્બર – એશિયા કપ
વિગતવાર કાર્યક્રમ બાકી
સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
3 વનડે – વિગતવાર કાર્યક્રમ બાકી
10 ઓક્ટો. – 26 નવે. – વન-ડે વર્લ્ડ કપ
48 મેચ રમાશે – વિગતવાર કાર્યક્રમ બાકી
નવે. – ડીસે, – ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
5 ટી-20 મેચ – વિગતવાર કાર્યક્રમ બાકી
ડીસે. – જાન્યુ. 2024 – ભારતનો સા, આફ્રિકા પ્રવાસ
2 ટેસ્ટ, 3 વનડે અને 3 ટી20 મેચ – વિગતવાર કાર્યક્રમ બાકી