Jharkhand actress shot dead,
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પશ્ચિમ બંગાળમાં હાઈવે પર 28 ડિસેમ્બરે કથિત લૂંટારાઓ સાથેના ઘર્ષણમાં ઝારખંડની એક યુટ્યૂબર અને અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ ઘટનાના બીજા દિવસે પોલીસે એક્ટ્રેસના પરિવારની ફરિયાદને આધારે તેના પતિ પ્રકાશ કુમારની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે યુવતીના પરિવારની ફરિયાદ અને ઘટનાને સંજોગોને આધારે તેની ધરપકડ કરાઈ છે. હાલમાં તપાસ ચાલુ છે.

ઘટના પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે રિયા કુમારી તેના પતિ પ્રકાશ કુમાર અને તેમની બે વર્ષની પુત્રી સાથે કાર દ્વારા નેશનલ હાઈવે 16 પરથી કોલકાતા જઈ રહી હતી. તેમણે સવારે 6 વાગ્યા આસપાસ બગનાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિષરેખા નજીક વિરામ માટે કાર ઊભી રાખી હતી. તે વખતે ત્રણ લૂંટારાઓએ હુમલો કરી તેમનો સામાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રિયાના પતિ સાથે ઘર્ષણ થયું હતું. રિયા પતિને બચાવવા દોડી આવી હતી, ત્યારે લૂંટારાઓએ તેને ગોળી મારી દીધી હતી અને તાત્કાલિક ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

LEAVE A REPLY