ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યારે કેટલાંક દેશો કોરોના વેક્સિનનો ત્રીજો અને ચોથા ડોઝ આપી રહ્યાં છે. જોકે નિષ્ણાતો જણાવે છે કે ભારતમાં હાલના તબક્કે કોરોનાના ચોથા ડોઝની જરૂર નથી, કારણ કે ભારતની સ્થિતિ તદ્દન અલગ છે. ભારતમાં સર્વેલન્સમાં વધારો કરવાની જરૂર છે.
ચીનમાં કોવિડના કેસોમાં ચીનમાં ઉછાળાને પગલે ભારતમાં લોકોમાં વધુ એક કોરોના વેવની ચિંતા ઊભી થઈ છે. આ સ્થિતિમાં સરકારે બીજા બુસ્ટર ડોઝની છૂટ આપવી જોઇએ કે નહીં તે અંગે ચર્ચા થઈ છે. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવાની સલાહ આપી રહ્યાં છે.
વૈજ્ઞાનિકો જણાવે છે કે હાલના તબક્કે કોરોના વેક્સિનનો ચોથા ડોઝ બિનજરૂરી છે, કારણ કે દેશના મોટાભાગના લોકોને હજુ ત્રીજો ડોઝ મળવાનો બાકી છે તથા હાલમાં ઉપયોગમાં લેવાતી રસીઓ માટે બીજા બૂસ્ટરની ઉપયોગિતા અંગે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ભારતના મોટી સંખ્યામાં લોકો કોરોનાના જોખમનો સામનો કરી ચુક્યા છે અને રસી લીધેલી છે, તેથી ભારતની સ્થિતિ તદ્દન અલગ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સહાયક ફેકલ્ટી. શિક્ષણ અને સંશોધન (IISER), પુણેના ફેકલ્ટી સત્યજિત રથે જણાવ્યું હતું કે ચીનમાં આશરે ત્રણ વર્ષની ઝીરો કોવિડ પોલિસીને પગલે આ સ્થિતિ ઊભી થઈ છે. તેથી ચીનની સ્થિતિને આધાર ભારત માટે કોઇ આગાહી કરવાનું કોઇ કારણ નથી.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે. ભારતના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારે ભારતમાં 188 નવા કોરોના કેસ નોંધાયા હતા. ભારતમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 0.14 ટકા અન વીકલી પોઝિટિવિટી રેટ 0.18 ટકા નોંધાયો હતો.
IISER પુણેના ઇમ્યુનોલોજિસ્ટ વિનીતા બાલે ઉમેર્યું હતું કે ભારતમાં એક વર્ષ પહેલા ઓમિક્રોન વેવ આવી હતી. જો તેનાથી પૂરતા પ્રમાણમાં ઓમિક્રોન સામે રોગપ્રતિકાર ક્ષમતા વિકસી ન હોય તો ભારતમાં ઉપલબ્ધ કોઇપણ વેક્સિન વધુ સુરક્ષા આપી શકે નહીં.
અમેરિકા અને બ્રિટન જેવા દેશો ફુલી વેક્સિનેટેડ વ્યક્તિઓને ત્રીજા અને ચોથા બૂસ્ટર ડોઝ આપી રહ્યાં છે. આ દેશો પ્રારંભિક વેક્સિનથી પૂરતી રોગપ્રતિકારક ક્ષમતા આવી નથી તેવા લોકોને વધારાના વેક્સિન ડોઝ પણ આપી રહ્યાં છે.