High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવાર (27 ડિસેમ્બર)એ મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે ઉત્તર પ્રદેશ સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કર્યું હતું તથા અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામત વગર ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો કાર્ટના આદેશથી રાજ્યની યુપી સરકારે ફટકો પડ્યો છે.

હાઈકોર્ટની લખનૌ બેન્ચે આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે તાત્કાલિક ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું જોઇએ, કારણ કે ઘણી નગરપાલિકાઓની મુદત 31 જાન્યુઆરી સુધીમાં સમાપ્ત થાય છે.

કોર્ટે સરકારના 5 ડિસેમ્બરના ડ્રાફ્ટને રદ કર્યો હતો જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ ઉપરાંત OBC માટે શહેરી સંસ્થાઓની ચૂંટણીઓમાં અનામતની જોગવાઈ હતી. કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ઓબીસી સીટોને જનરલ કેટેગરીમાં ટ્રાન્સફર કર્યા બાદ 31 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલાનું પાલન કર્યા વગર OBC અનામત ડ્રાફ્ટની તૈયારીને પડકારતી અરજીઓના આધારે HCનો આદેશ આવ્યો છે.”ટ્રિપલ ટેસ્ટ” ફોર્મ્યુલામાં સુપ્રીમ કોર્ટે એક કમિશનની રચના કરવાની અને તેની ભલામણને આધારે અનામત આપવાની જરૂરિયાત દર્શાવી હતી. આ ઉપરાંત તેમાં 50 ટકા અનામતની મર્યાદાને પણ ધ્યાનમાં રાખવાનો નિર્દેશ હતો.

સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ અલીગઢ, મથુરા-વૃંદાવન, મેરઠ અને પ્રયાગરાજના મેયરના હોદ્દા ઓબીસી ઉમેદવારો માટે અનામત કરવામાં આવ્યા હતા. તેમાંથી અલીગઢ અને મથુરા-વૃંદાવનમાં મેયરની જગ્યાઓ ઓબીસી મહિલાઓ માટે આરક્ષિત હતી.

LEAVE A REPLY