ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોર્સ્ટ ગાર્ડએ 26 ડિસેમ્બરે ઓખાના દરિયામાં સંયુક્ત કાર્યવાહી હાથ આશરે રૂ.300 કરોડના 40 કિગ્રા નાર્કોટિક્સ તથા શસ્ત્રો અને દારુગોળો સાથેની બોટ સાથે 10 પાકિસ્તાનની નાગરિકોની ધરપકડ કરી હતી.
ગુજરાત ATSના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત ATSને બાતમીને આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાત ATS અને દરિયાઈ સુરક્ષા કરતા કોસ્ટગાર્ડ યુનીટને સાથે રાખીને ઓખાના દરિયામાં મોડી રાત્રે વોચ રાખવામાં આવી રહી હતી. તે જ સમયે દૂરથી અલ સોહિલી નામની બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતા જ ATSની ટીમે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બોટ માંથી 10 પાકિસ્તાનીઓ મળી આવ્યા હતા. તમામની પુછપરછ અને બોટની ચકાસણી કરતા ગુજરાત ATSની ટીમને હથિયારો અને 40 કિલો હેરાઈન આશરે રૂપિયા 300 કરોડ હોવાની માહિતી છે. જેમાં ભારતીય તટરક્ષક દળ અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે. મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતું. તેવી જાણવા મળી રહ્યું છે. જો.કે હાલ તમામ આરોપીઓની વિગતો મેળવવામાં આવી રહી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. ગુજરાતમાંથી ડ્રગ્સની ઘુષણખોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ એટીએસ ખુબ એક્ટિવ થઈ ગઈ છે. આ ગાળામાં 44 પાકિસ્તાની, 7 ઈરાની લોકો, 1930 કરોડ રૂપિયાનું 346 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.