A new light layer for Pakistan: India
વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચી (ANI Photo)

પાકિસ્તાનના વિદેશ પ્રધાનની ભારતના વડાપ્રધાન વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે “આ ટિપ્પણીઓ પાકિસ્તાન માટે પણ એક નવું હલકુ સ્તર છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા હતા.
પાકિસ્તાનના વિદેશ પ્રધાનનો “અસભ્ય બડાપો” આતંકવાદીઓ અને તેમના “પ્રોક્સીઓ”નો ઉપયોગ કરવામાં

પાકિસ્તાનની વધતી જતી નિષ્ફળતાનું પરિણામ હોવાનું જણાય છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન દેખીતી રીતે 1971ના તે દિવસને ભૂલી ગયા છે, જેમાં પાકિસ્તાની શાસકોએ બંગાળીઓ અને હિન્દુઓનો નરસંહાર કર્યો હતો. કમનસીબે, પાકિસ્તાને તેના લઘુમતીઓ સાથેના વ્યવહારમાં કોઇ બદલાવ કર્યો હોય તેવું લાગતું નથી અને તેની પાસે ચોક્કસપણે ભારત પર આપત્તિ વ્યક્ત કરવા માટે કોઇ વિશ્વસનીયતા રહી નથી. પ્રવક્તા 16 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાન પર ભારતની જીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના કારણે બાંગ્લાદેશનો જન્મ થયો.

બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની આવી હતાશા તેમના પોતાના દેશમાં આતંકવાદી સાહસોના માસ્ટરમાઇન્ડ માટે વધુ સારી રહી હોત. તેમના દેશ ત્રાસવાદને રાજ્યની નીતિનો ભાગ બનાવ્યો છે.

બાગચીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનને શહીદ માને છે, તથા ઝાકીઉર રહેમાન લખવી, હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઈબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશ્રય આપે છે. પાકિસ્તાન યુએન પ્રતિબંધ 126 દેશો અને 27 ત્રાસવાદી સંગઠનનો અડ્ડો છે.

બાગચીએ જણાવ્યું હતું કે “આતંકવાદી અને આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહ, આશ્રય આપવો અને સક્રિયપણે નાણાં પૂરા પાડવામાં પાકિસ્તાનની નિર્વિવાદ ભૂમિકા તપાસ હેઠળ છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદના ડાઘ ન્યૂયોર્ક, મુંબઈ, પુલવામા, પઠાણકોટ અને લંડન સહિતના ઘણા શહેરોમાં જોવા મળે છે. આ હિંસા તેમના સ્પેશિયલ ટેરરિસ્ટ ઝોનમાંથી બહાર આવી છે અને વિશ્વના તમામ ભાગોમાં નિકાસ કરવામાં આવી છે. ‘મેક ઇન પાકિસ્તાન’ આતંકવાદને રોકવો પડશે.પાકિસ્તાને પોતાની માનસિકતા બદલવાની જરૂર છે, નહિતો વિશ્વમાં અછૂત રહેશે. “પરિવાર” રહેવાની જરૂર છે.

LEAVE A REPLY