અલ્હાબાદ હાઈકોર્ટે 1991ના પીલીભીત ફેક એન્કાઉન્ટર કેસમાં આઇપીસીની કલમ 304 પાર્ટ-2 હેઠળ 43 પોલીસ જવાનોને દોષિત ઠેરવ્યા હતા. આ એન્કાઉન્ટરકમાં 10 શીખો માર્યા ગયા હતા. આ મામલો 1991નો છે. 12 જુલાઈ, 1991ના રોજ ઉત્તર પ્રદેશ પોલીસના કર્મચારીઓએ 10 શીખોને બસમાંથી બહાર કાઢ્યા હતા તથા અલગ-અલગ ત્રણ એન્કાઉન્ટરમાં તેમને ઠાર કર્યા હતા. આ પછી પોલીસે ઘટનાને ઢાંકવા માટે તેમને આતંકવાદી જાહેર કર્યા હતા.   

હાઇકોર્ટે આઇપીસીની કલમ 302ની જગ્યાએ કલમ 304 પાર્ટ-1 હેઠળ દોષિત ઠેરવ્યા છે. જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ સરોજ યાદવની ખંડપીઠે તેના 179 પેજના ઓર્ડરમાં જણાવ્યું હતું કે, “આરોપી માત્ર ખુંખાર ગુનેગાર હોવાથી તેને મારી નાખવા તે પોલીસ અધિકારીઓની ફરજ નથી. નિઃશંકપણે, પોલીસે આરોપીની ધરપકડ કરવી જોઇએ અને તેમને સામે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ.   

 પોલીસે દાવો કર્યો હતો કે મૃતકો આતંકવાદી સંગઠન ખાલિસ્તાન લિબરેશન આર્મી સાથે જોડાયેલા હતા તથા એવો વિજિલન્સ અહેવાલ હતો કે ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના “કટ્ટર આતંકવાદીઓ” પીલીભીત અને આસપાસના વિસ્તારોમાં છુપાયા છે તથા તેઓ હત્યા, લૂંટ, જમીન પચાવી પાડવી જેવા જઘન્ય ગુનાઓ કરી રહ્યા હતા.  

કોર્ટે કહ્યું હતું કે આરોપી ખુંખાર ગુનેગાર હોવાથી હોવાથી તેમને મારી નાંખવા તે પોલીસ અધિકારીઓની એકમાત્ર ફરજ નથી. કોર્ટે અવલોકન કર્યું હતું કે “અપીલકર્તાઓ જાહેર સેવકો છે અને તેમનો ઉદ્દેશ્ય જાહેર ન્યાયને આગળ ધપાવવાનો છે, પરંતુ તેઓ કાયદા દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓને ઓળંગી ગયા હતા. તેમના એવા કૃત્યથી આરોપીનું મોત થયું છે, કે જેને તેઓ  કાયદેસર માનતા હતા.  

  

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments