ભારે હિમવર્ષાને કારણે રવિવારની સાંજે ઇસ્ટ સસેક્સના બુરવાશ નજીક A265 પર કેટલાક લોકોને દુર્ગમ રસ્તાઓ પર તેમની કાર છોડી દેવાની ફરજ પડી હતી અને 40 લોકોએ એક રાત માટે નજીકના ધ બેર ઇન પબમાં આશરો લેવો પડ્યો હતો. તેમને બાળકો સહિત ફસાયેલા લોકોને ગરમ પીણા, લોગ ફાયર અને ગાદલા પૂરા પાડવામાં આવ્યા હતા. ઘણા લોકોને જમીન પર સૂવુ પડ્યું હતું.
બ્રાઇટનના રોયલ પેવેલિયનના ક્યુરેટર ડૉ. લોસ્કે જણાવ્યું હતું કે નાના બાળકો અને વૃદ્ધ લોકો સહિત ડઝનેક લોકોએ બેર ઇનમાં આશ્રય લીધો હતો.
માત્ર પંદર મિનિટના સ્નોમાં લોકોની કારો અટવાઇ ગઇ હતી અને વાહનો સરકવા લાગ્યા હતા. જેથી કાર ત્યાંજ મૂકીને આશ્રય શોધવા માટે લગભગ પાંચેક પરિવારો કાર છોડીને નીકળી ગયા હતા.