India ranks 48th in Global Aviation Safety Ranking

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના ગ્લોબલ એવિયેશન સેફ્ટી રેન્કિંગમાં ભારતનો ક્રમ સુધરીને 48મો થયો છે. ચાર વર્ષ પહેલા આ રેન્કિંગમાં ભારત 102મા ક્રમે હતો, એમ ભારતની નિયમનકારી સંસ્થા DGCA અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે રેન્કિંગમાં સિંગાપોર ટોચ પર છે, આ પછી UAE અને દક્ષિણ કોરિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ચીન 49મા સ્થાને રહ્યું છે. યુનિવર્સલ સેફ્ટી ઓવરસાઇટ ઓડિટ પ્રોગ્રામ (યુએસઓએપી) સતત મોનિટરિંગ એપ્રોચ હેઠળ, 9 થી 16 નવેમ્બર દરમિયાન ICAO કોઓર્ડિનેટેડ વેલિડેશન મિશન (ICVM) હાથ ધરવામાં આવ્યું હતું.

શનિવારે ડીજીસીએના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે રેગ્યુલેટરે ભારતના સેફ્ટી રેન્કિંગને અપગ્રેડ કરવા માટે અથાક મહેનત કરી છે અને તેના આ પરિણામો છે. આશા છે કે અમે જાગ્રત રહીશું અને તેમાં વધુ સુધારો કરીશું. અધિકારીઓએ જણાવ્યું હતું કે કી સેફ્ટી એલિમેન્ટના અસરકારક અમલીકરણના સંદર્ભમાં ભારતનો સ્કોર 85.49 ટકા થયો છે.

16 નવેમ્બરે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું કે કાયદા, સંગઠન, પર્સનલ લાઇસન્સિંગ, ઓપરેશન્સ, એર યોગ્યતા અને એરોડ્રોમના ક્ષેત્રોમાં ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું.યાદીમાં જણાવાયું હતું કે “પ્રારંભિક અહેવાલો મુજબ, મિશન અત્યંત સફળ રહ્યું હતું. ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને અમારા સ્કોર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અને અમને શ્રેષ્ઠ સલામતી ધોરણો અને દેખરેખ પ્રણાલીવાળા રાષ્ટ્રોની યાદીમાં મૂકવામાં આવશે.

LEAVE A REPLY