ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાવણ’ ગણાવતી ટિપ્પણીથી રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપે ખડગે પર વારંવાર “ગુજરાતના પુત્રનું અપમાન” કરવાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદના બહેરામપુરામાં ચૂંટણીસભામાં સંબોધતા ખડગેએ આ ટિપ્પણી કરી હતી.
ખડગેએ જણાવ્યું હતું કે “મોદીજી વડા પ્રધાન છે. તેમનું કામગીરી ભૂલીને, તેઓ કોર્પોરેશનની ચૂંટણીઓ, ધારાસભ્યોની ચૂંટણીઓ, સાંસદોની ચૂંટણીઓમાં, દરેક જગ્યાએ પ્રચાર કરે છે… દરેક સમયે તેઓ પોતાના વિશે જ બોલે છે અને કહે છે કે તમારે બીજા કોઈને જોવાની જરૂર નથી, ફક્ત મોદી તરફ જુઓ અને વોટ કરો. અમે તમારો ચહેરો કેટલી વાર જોશું? તમારા કેટલા રૂપ છે? શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે દરેક ચૂંટણીમાં ઉમેદવારો પીએમ મોદીના નામ પર વોટ માંગે છે.
ખડગેની આ ટીપ્પણીનો વિરોધ કરતાં ભાજપના પ્રવક્તા માલવિયાએ જણાવ્યું હતું કે “ગુજરાતની ચૂંટણીનું દબાણ સહન ન થવાથી કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો પરનો કાબૂ ગુમાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહ્યા. છે. “મૌત કા સૌદાગર” થી “રાવણ” સુધી કોંગ્રેસ સતત ગુજરાત અને તેના પુત્ર અપમાન કરી રહી છે.”
2007ની ગુજરાત ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદીને “મૌત કા સૌદાગર” ગણાવ્યા હતા અને કોંગ્રેસનો પરાજય થયો હતો. આ મામલે સંબિત પાત્રાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. સૌપ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે.