ગુજરાતમાં વિધાનસભાની 1 ડિસેમ્બરે યોજાનારી 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આમાથી આશરે 21 ટકા એટલે કે 167 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ૨૦૧૭ની સરખામણીમાં આ પ્રમાણ છ ટકા વધુ છે. નવાઇની વાત એ છે કે સૌથી સ્વચ્છ અને પ્રમાણિક હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીમાં સૌથી વધુ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

આપના ૮૮ ઉમેદવારોમાંથી ૩૬ ટકા ઉમેદવારો એટલે કે ૩૨ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. તે પછી કોંગ્રેસ, બીટીપી અને ભાજપના ઉમેદવારો સામે ગુનાઓ નોંધાયેલા છે. ભાજપના ૮૯માંથી ૧૬ ટકા એટલે કે ૧૪ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે અને જે ૨૦૧૭ની ચૂંટણીના પ્રથમ તબક્કા કરતા ભાજપના ૯ ટકા ઓછા ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. કોંગ્રેસમાં ફક્ત એક ટકાનો ઘટાડા સાથે ૨૦૨૨માં ૮૯માંથી ૩૫ ટકા અને ૩૧ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.  

ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆર દ્વારા ૨૦૨૨ની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના ઉમેદવારોનું ક્રિમિનલ અને મિલકતોના પ્રમાણનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટની વારંવાર ટકોર છતા રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જેમની પર ગુના નોંધાયા હોય તેમને જ ટિકિટ આપવામાં આવતી હોવાની ટીકા કરવામાં આવી હતી.  

કુલ ૨૧ ટકા ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે તેમાંથી ૧૩ ટકા સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં લૂંટ-ધાડ, હત્યાનો પ્રયાસ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આપના ૩૬ ટકા ગુનાઇત ઉમેદવારોમાંથી ૩૦ ટકા-૨૬ ઉમેદવાર સામે ગંભીર, કોંગ્રેસના ૩૫ ટકામાંથી ૨૦ ટકા-૧૮ ઉમેદવાર સામે, બીટીપીના ૨૯ ટકામાંથી ૭ ટકા-૧ ઉમેદવાર અને ભાજપના ૧૬ ટકામાંથી ૧૨ ટકા-૧૧ ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે. કુલ ૯ ઉમેદવાર એવા પણ છે જેમની સામે મહિલા વિરૂધ્ધના ગુના બોલે છે. હત્યાને લગતા ગુના ૩ અને ૧૨ સામે સાપરાધ મનુષ્યવધને લગતા ગુના નોંધાયા છે.  

LEAVE A REPLY