Param Pujya Swami Chidananda Saraswati (Muniji)

આ એક ખેડૂતની વાત છે. તેની પાસે એક જૂનું ખચ્ચર હતું. એક દિવસ એ ખચ્ચર ખેડૂતના ખાલી, સૂકા કૂવામાં પડી ગયું હતું.

ખચ્ચર મદદ માટે બૂમો પાડી રહ્યું હતું, ખેડૂતે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ ખચ્ચરે ઘણા વર્ષો સુધી ખેડૂતની નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી. વર્ષો પછી, ખેડૂતે નિર્દયી નિર્ણય કર્યો કે ખચ્ચર અથવા તો કૂવો બંને મુશ્કેલી ઊભી કરે તે યોગ્ય નથી. તેથી, તેણે નક્કી કર્યું કે, કૂવામાંથી ભારેખમ ખચ્ચરને બહાર કાઢવાને બદલે, તે તેને તેમાં જ દફન કરી દેવું જોઇએ.

ખેડૂતે એ ખુલ્લા કૂવામાં કચરો ફેંકવાનું શરૂ કર્યું. જ્યારે કચરાનો પ્રથમ પાવડો ખચ્ચર પર પડ્યો ત્યારે તે ગભરાઈ ગયો. ‘આ શું છે?’ તેણે વિચાર્યું. જ્યારે બીજો પાવડો ખેડૂતે નાખ્યો ત્યારે તે રડવા લાગ્યો. ‘ખેડૂત મારી સાથે આવું કેમ રીતે કરી શકે?’ તેને આશ્ચર્ય થયું.

જ્યારે ત્રીજો પાવડો તેના પર પડ્યો ત્યારે તેને આખી વાત સમજાઈ ગઈ. જોકે, ખચ્ચરે નક્કી કર્યું કે, તે પોતાની જાતને જીવતો દફન થવા દેશે નહીં. જેમ જેમ તેના પર કચરો પડવા લાગ્યો તે તેને ખંખેરીને ઊભો રહી જતો હતો. તેના પર કચરો ફેંકાતા અંતે તે હતાશ થતો ગયો અને દર્દ અનુભવતો ગયો હતો, આ સ્થિતિમાં તેણે પોતાની જાત સાથે સંવાદ કર્યો કે, કચરો ખંખેરીને ફરીથી ઊભો થા. તેણે આ પ્રક્રિયા જાળવી રાખી. જેમ જેમ તેના પર કચરો ફેંકાતો ગયો તેમ તેમ તે કૂવામાંથી ઉપર આવતો ગયો. અંતે તે તેમાંથી જીવીત રીતે બહાર નિકળ્યો.

જો ખેડૂતે ખચ્ચરને મારવાનું નક્કી ન કર્યું હોત તો ખચ્ચર ક્યારેય બચી શક્યું ના હોત. એટલે કે, જે રીતે, જે કચરાથી તેના જીવનનો અંત આવવાનો હતો તેનાથી જ તેનું જીવન બચી ગયું હતું. જીવનમાં, ક્યારેક આપણને એવું લાગે કે, આખું વિશ્વ આપણા પર હુમલા કરી રહ્યું છે, ત્યારે આપણે વિખેરાયેલા અને તૂટી ગયા હોવાનું અનુભવીએ છીએ. આપણે એવું અનુભવીએ છીએ કે, લોકો આપણને જીવતા દફનાવી રહ્યા છીએ.

કદાચ કોઈ ખરેખર આપણને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે, અથવા તો કદાચ આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા છીએ. એ સમયે આપણી પાસે બે વિકલ્પો હોય છે.

આપણે કાં તો તે સ્થિતિને શરણ થઇ જઇએ છીએ અને આપણને પોતાને દફન થવાની મંજૂરી આપીએ છીએ, અથવા આપણે તે સ્થિતિનો મુકાબલો કરીને આગળ વધી શકીએ છીએ. પછી એક ચોક્કસ મુશ્કેલ સમય આગળ આવે છે.
તેમાં ટકી રહેવા માટે સંકલ્પ, ઈચ્છા, મનોબળ અને વિશ્વાસની જરૂર છે. પરંતુ, અંતે, તે માર્ગ એવો છે જે આપણને વિજય તરફ આગળ લઇ જશે. આથી, જો આપણાં જીવનમાં આપણને જે કંઇ પણ અસર કરે છે તેને દૂર કરવાનું જાળવી રાખીએ, અને આપણે કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું જાળવી રાખીશું તો આપણી પણ હંમેશા જીત થશે અને આપણું જીવન સફળ તથા ખુશીથી હર્યુભર્યુ બનશે.’

LEAVE A REPLY