Inspectors reviewed election operations with nodal officers

અમદાવાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નિષ્પક્ષ,સ્વતંત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં કલેકટર કચેરીના કૉન્ફરન્સ હૉલ ખાતે, ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીઓએ અમદાવાદ જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.તેઓએ જિલ્લામાં થયેલી ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી, તમામ નોડલ અધિકારીશ્રીઓને સૂચનો પણ કર્યા હતા.
નિરીક્ષકશ્રીઓએ અમદાવાદ જિલ્લાની વિધાનસભાની તમામ ૨૧ બેઠકના મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વીવીપેટની થયેલી ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગેના વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, મતગણતરીની વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી  ડૉ. ધવલ પટેલે જિલ્લામાં થયેલી ચૂંટણીલક્ષી પૂર્વતૈયારીઓની માહિતી પ્રેઝન્ટેશન રૂપે પ્રસ્તૂત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા,પોલીસ અધિક્ષક સંજય શ્રીવાસ્તવ, પોલીસ અધિક્ષક (અમદાવાદ રુરલ) અમિત વસાવા સહિત જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY